- ફક્ત ઝોન-2ના ત્રણ પોલીસ સ્ટેશનમાં મોનિટરીંગ સેલની રેડ
- રેડ પાડીને 18 શખ્સો સાથે 2.24 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો
- માધવપુરા PI અને D-સ્ટાફ PSI સસ્પેન્ડ
અમદાવાદ:જિલ્લામાં માધવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શાહીબાગ પોલીસ કમિશ્નર કચેરીની પાછળ દરિયાખાના ઘુમ્મટ પાસે ગાર્ડનમાં દાઉદ ઈબ્રાહિમ મિયાંણા નામનો શખ્સ જુગારધામ ચલાવતો હતો. જોકે પોલીસ સ્ટેશન સહિત ક્રાઇમ બ્રાન્ચ અને PCBમાં અનેક ફરિયાદો કરી હતી, છતાં તેની સામે કોઈ કાર્યવાહી થતી નહોતી. જેમાં સૂત્રો તરફથી કહેવું છે કે ક્રાઇમ અને PCB સહિત સ્થાનિક પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા હાર્દિક બારોટ સુધી મસ્ત મોટો હપ્તો પહોંચતો હતો. જોકે આ બાબત અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યા છે.
આ પણ વાંચો:જૂનાગઢમાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી મહિલાએ દારુના વેચાણનો કર્યો પર્દાફાશ
14 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 2.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
કમિશ્નરના સ્કવોડ અને ખુદ ઉચ્ચ અધિકારીઓને આ પ્રવૃત્તિ ધ્યાને સ્ટેટ મોનિટરીંગ સેલે મુકી હતી,પરંતુ ત્યાં રેડ ન થતાં અનેક રહસ્યો ઉદ્દભવ્યા હતા. ગાંઘીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ તથા SRPની ટીમ સાથે મળીને તે જગ્યા પર દરોડો પાડ્યો હતો. પોલીસે પાછળ દોડીને 18 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂપિયા 1.16 લાખ રોકડા તથા 14 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 2.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે આખરે બેદરકારી દાખવનારા માધવપુરાના PI બારડ અને D-સ્ટાફ PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.