ગુજરાત

gujarat

ETV Bharat / state

નાના બાળકો માટે ખાદી કોટન મટીરીયલ્સના કાર્ટુન કેરેક્ટર માસ્ક મળતા થયા - અમદાવાદ ન્યૂઝ

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને બાળકથી લઈને વુદ્ધ સુધી તમામ લોકો માટે માસ્ક અનિવાર્ય કરાયા છે. જેથી બાળકોની ફાવટને ધ્યાનમાં રાખીને ડિઝાઇનર સુમિત ગોહેલે ખાદી કોટન મટીરીયલના કાર્ટુન કેરેક્ટરવાળા માસ્ક બનાવ્યા છે. જે બાળકોને ખૂબ પસંદ આવી રહ્યાં છે.

કાર્ટુન કેરેક્ટર માસ્ક
કાર્ટુન કેરેક્ટર માસ્ક

By

Published : Jun 10, 2020, 2:56 PM IST

Updated : Jun 10, 2020, 5:17 PM IST

અમદાવાદઃ હાલના સમયમાં દરેક માણસ માટે માસ્કનો ઉપયોગ અનિવાર્ય થઈ ગયો છે. માસ્ક વગર ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે. પરંતુ હાલ લોકો માસ્કમાં પણ વેરાયટી શોધે છે. એક પ્રકારનાં માસ્ક પહેરીને કંટાળી ગયા છે. સામાન્ય રીતે બજારમાં જે માસ્ક વેચાય છે. તેની ફાવટ નાના બાળકોને આવતી નથી. છતાંય તેમના માટે પણ માસ્ક અનિવાર્ય છે. ત્યારે શહેરના ડિઝાઇનર સુમિત ગોહેલ પણ નવતર પ્રયોગ કર્યો છે.

નાના બાળકો માટેના માસ્કમાં અવનવી વેરાયટી

ડિઝાઈનર સુમિત ગોહેલ હાલ બાળકો માટેના માસ્ક બનાવામાં કાર્યરત છે. બાળકો અને ખાસ કરીને કાર્ટુન વધારે પ્રિય હોય છે અને કાર્ટુન જો તે માસ પર ચિતરાયેલા હોય તો બાળકો તેને જોઈને જ પહેરવાનું પસંદ કરે છે અને જો એક બાળકે કાર્ટુન વાળું માસ્ક પહેર્યુ હોય તો તેને જોઈને બીજું બાળક પણ માસ્ક પહેર્યુ હોય છે. આ જ વિચારથી મેં બાળકોની કાળજી માટે બનાવવાની શરૂઆત કરી છે. કાર્ટુનમાં છોટાભીમ, બેટમેન, સ્પાઈડરમેન, મીકીમાઉસ, બાર્બીડોલ, પિકાચુ, સાન્ટા કલોઝ માસ્ક હાલ બનાવી રહ્યા છે અને મટીરીયલ ખાદી કોટન વાપરવામાં આવ્યું છે. જેના લીધે બાળકોની ચહેરાની ત્વચાને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચે નહી એને બાળકો જોઇને જ માસ્ક પહેરે.

નાના બાળકો માટેના માસ્કમાં અવનવી વેરાયટી
આ માસ્કની ખાસીયત એ છે કે, તે કોટનના હોય છે. વોશેબલ હોય છે. હાલ સુમિત ઓર્ડર પ્રમાણે માસ્ક બનાવી વેચે છે. જેની કિંમત 150 રૂપિયા રાખવામાં આવી છે. હાલ સૌથી વધુ બાળકોના ઓર્ડર મળી ચૂકયા છે. બજારમાં નાના બાળકોનાં માસ્ક મળવા ખુબ મુશ્કેલ છે. આથી સુમિત ઓર્ડર મુજબ ખાસ નાના બાળકો માટે માસ્ક બનાવે છે.
Last Updated : Jun 10, 2020, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details