અમદાવાદ: વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારંભ 28 ,29 ફેબ્રુઆરી 2020ના રોજ અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયા ધામમાં યોજાશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અત્યારથી પાટીદાર સમાજ થનગની રહ્યો છે.
અમદાવાદમાં જગત જનની મા ઉમિયાની પરિભ્રમણ યાત્રા યોજાઈ - Ahmedabad latest news
અમદાવાદના જાસપુરમાં વિશ્વનો સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરનું શિલાન્યાસ થવા જઇ રહ્યો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જગત જનની મા ઉમિયાની પરિભ્રમણ યાત્રા ઘાટલોડિયા ખાતે આવેલા પાટીદાર ચોકથી નીકળી હતી.
આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ જાસપુર ખાતે ઐતિહાસિક અને વિશ્વનું સૌથી ઊંચું મા ઉમિયાનું મંદિર આકાર પામવા જઈ રહ્યું છે. ત્યારે આગામી 28 ,29 ફેબ્રુઆરી 2019ના રોજ આ જગત જનની મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારંભ યોજવામાં આવશે. જે પ્રસંગે વિશ્વભરના સંતો-મહંતો સહિત 2 લાખથી વધુ ભાવિક ભક્તો મા ના ધામમાં પધારશે.
આ સમારંભ પ્રસંગે 27 ફેબ્રુઆરી 2019ને ગુરુવારના રોજ અમદાવાદમાં ઉમિયા યાત્રા પરિભ્રમણ અર્થાત બાઈક, કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમિયામાં યાત્રા પરિભ્રમણના અમદાવાદના વિવિધ વિસ્તારમાં 37 કિલોમીટર ફરનારા રેલીના લગભગ 500 થી વધુ બાઇક 300થી વધુ કાર, 15 ટ્રેક્ટર તેમાં 16 આઇસર જોડાશે.