ગુજરાત

gujarat

ETV Bharat / state

Lung transplant in Ahmedabad : ગુજરાતમાં ફેફસાંનું સફળ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન, શું છે ઘટના જાણો - Bilateral Lung Transplant

અંગદાન જીવનદાનનું સૂત્ર અમદાવાદમાં વધુ એકવાર ચરિતાર્થ થતું નજરે પડ્યું હતું. સુરતના બ્રેઇનડેડ યુવકના બે ફેફસાં દાનમાં મળતાં અમદાવાદની યુવતીને આ બંને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ખાનગી હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું. જે ગુજરાતનું મહિલા પર થયેલ પ્રથમ બાયલેટરલ લંગ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન હોવાનું જણાવાયું હતું.

Lung transplant in Ahmedabad : ગુજરાતમાં ફેફસાંનું સફળ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન, શું છે ઘટના જાણો
Lung transplant in Ahmedabad : ગુજરાતમાં ફેફસાંનું સફળ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન, શું છે ઘટના જાણો

By

Published : Apr 3, 2023, 5:31 PM IST

12 વર્ષથી ફેફસાની બીમારીથી પીડાતી હતી મહિલા

અમદાવાદ : અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ દ્વારા પ્રથમ બાયલેટરલ લંગ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન ઓપરેશન કરવામાં આવ્યું હતું. 40 વર્ષની મહિલાને ફેફસાની બીમારીથી છેલ્લા 12 વર્ષથી પીડાતી હતી. ત્યારે ગુજરાતમાં પહેલી વખત બંને ફેફસાનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન છ કલાક જેટલું ચાલ્યું હતું. મહિલાનેે બાર દિવસ સુધી આઈસીયુમાં રાખવાની ફરજ પડી હતી.

બંને ફેફસા ટ્રાન્સફર : મનુષ્યને પહેલા જો કોઈ ગંભીર રોગ કે શરીરનો અંગ ખરાબ થઈ જાય તો તે દવાના સહારે જ થોડો વધારે સમય બચી શકતો હતો. પરંતુ હવે ટેકનોલોજીના મદદથી એ શરીરના અંગો પણ હવે ટ્રાન્સફર કરી અન્ય દર્દીના પણ જીવ બચાવી શકાય છે. જેના માટે ઘણા એનજીઓ પણ મદદ આવી રહ્યા છે. અત્યારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 12 વર્ષથી ફેફસાની બીમારીથી પીડાતી મહિલાના બંને ફેફસા ટ્રાન્સફર કરીને તેને નવું જીવનદાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો રાજકોટમાં બ્રેઇન ડેડ યુવાનના હૃદય-ફેફસા સહિતના અંગોનું દાન કરાયું

ફેફસાંની ગંભીર બીમારી : ડોક્ટર હરજીત ડુમ્મરે જણાવ્યું હતું કે આ 40 વર્ષની મહિલાને ખૂબ જ નાની ઉંમરે ફેફસાની ગંભીર બીમારી થઈ હતી. જેના કારણે તેનો પરિવાર પણ ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. તેને દૈનિક 2 લીટર ઓક્સિજનની જરૂર પડતી હતી. પરંતુ ધીમે ધીમે આ રોગ વધતા તેને 20 લીટર જેટલા ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ હતી. આ ગંભીર બીમારી એવી હતી કે આનો કોઈ ઈલાજ હતો નહીં. પરંતુ જે બીમારી વધી રહી હતી તે થોડાક અંશ સુધી ફેલાતી અટકાવી શકાય છે. પરંતુ સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકાય તેવી ન હતી. જેના કારણે તેનો પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં મુકાયો હતો.

2 કલાકમાં સુરતથી અમદાવાદ : વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુરત નજીક આવેલ અંકલેશ્વર ખાતે એક ખેડૂત પુત્ર અકસ્માત થતા તેને બ્રેઇન હેમરેજ થતા તેમનું મૃત્યુ થયું હતું. અંતે પરિવારે તે મૃતકના શરીરના અંગો દાન કરવાનો વિચાર કર્યો હતો. તેના કુલ સાત અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાંથી એક ફેફસાનું દાન આ મહિલાને કરવામાં આવ્યું હતું. જેને ચાર્ટર પ્લેન દ્વારા સુરતથી અમદાવાદ લાવવામાં આવ્યું હતું અને અમદાવાદ પોલીસ દ્વારા ટીમને ગ્રીન કોરિડોર તૈયાર કરી માત્ર 2 કલાકમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું. 15 ડોકટરની એક ટીમે આ ઓપરેશન 6 કલાકની મહેનતથી સફળતા પ્રાપ્ત કરી હતી.

આ પણ વાંચો Ahmedabad News : યુવાનોમાં હાર્ટએટેક અને H3N2 વાયરસને લઈને ચિંતા, શ્વેતપત્રો પાડ્યા બહાર

12 દિવસ ICUમાં રાખવામાં આવ્યા :વધુમાં જણાવ્યું હતું કે ફેફસાનો ફાઈબ્રોસીસ નામનો આ રોગ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. જેમાં ફેફસાના આ રોગના લક્ષણો શ્વાસ ચડવો સૂકી ખાંસી આવવી જેવા જોવા મળે છે. ધીમે ધીમે આ રોગ વધે તો તમે પોતાની જાતે કોઈ પણ પ્રકારનું કામ કરી શકતા નથી કે પોતે ખુદ પોતાના પગે પણ ઉભા રહી શકતા નથી. તેવી જ પરિસ્થિતિ આ મહિલાની પણ થઈ હતી. મહિલાને આ 6 કલાક ચાલ્યું હતું. ઓપરેશન બાદ 12 દિવસ સુધી તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા જ્યાં સતત તેમની તકેદારી પણ રાખવામાં આવી હતી. હવે સુધારો થતાં જ આગામી સપ્તાહમાં તેમને રજા આપવામાં આવે તેવી પણ શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details