અમદાવાદ: લોકરક્ષક ભરતી મુદ્દે અનામત અને બિન-અનામત વર્ગ આમને-સામને આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ અનામત વર્ગની મહિલાઓ ઉમેદવારોએ 1/08/2018ના પરિપત્રને હાઇકોર્ટમાં પડકાર્યો છે. જેના જવાબમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આવતીકાલે સરકાર પરિપત્રમાં ફેરફાર કરી શકે છે. તેમજ તમામ પ્રકારની સમસ્યાઓ નિવારણ આવી શકે છે. આ મામલે વધુ સુનાવણી 15મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.
LRD: પસંદગી પામેલી બિન-અનામત મહિલા ઉમેદવાર નિમણુંક પત્ર મેળવવા હાઇકોર્ટના શરણે - લોકરક્ષક ભરતી બોર્ડ
LRD ભરતી વિવાદ મામલે બુધવારે હાઇકોર્ટમાં વધુ એક પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં બિન-અનામત વર્ગની 254 મહિલા ઉમેદવારોએ ભરતીની તમામ પ્રક્રિયા પાસ કર્યા બાદ પણ નિમણૂક પત્ર મેળવવા માટે હાઇકોર્ટમાં રિટ દાખલ કરી છે.
અમદાવાદ
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, 15મી ઓગસ્ટ 2018ના રોજ પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા હથિયારી અને બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલના પદ માટે ભરતીની જાહેરાત કરાઇ હતી. જેને થોડા સમય બાદ સુધારા પછી પદની સંખ્યા વધારીને 9173 કરી દેવાઈ હતી. ભરતીના પરિણામ બાદ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા વેબસાઈટ પર જે પરિપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. તેને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.