ગુજરાત

gujarat

ETV Bharat / state

બંગાળની ખાડીમાં લો-પ્રેશર, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ: બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લો પ્રેશર ડિપ્રેશનમાં જતા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે.

etv bharat ahmedabad

By

Published : Aug 7, 2019, 7:50 PM IST

હવામાન વિભાગ દ્વારા 8, 9 અને 10 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડવાની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ડાંગ અને દમણમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદમાં 9 અને 10 ઓગસ્ટ દરમિયાન અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

સૌરાષ્ટ્ર ,ઉત્તર ગુજરાત ,મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયથી અતિભારે વરસાદ આગામી પાંચ દિવસ પડવાની આગાહી કરવામાં આવી છે. સાથે આગામી બે દિવસ રાજ્યભરમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ પણ વધવાની શક્યતાઓ છે.

ફરી એકવાર બંગાળની ખાડીમાં લો પ્રેસર થવાને કારણે ગુજરાત પર વરસાદ વરસી શકે છે. 8, 9 અને 10 ઓગસ્ટ દરમિયાન અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદમાં 9 અને 10 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details