અમદાવાદ રાજ્યભરમાં ગુરૂવારે વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) પ્રથમ તબક્કા માટે મતદાન થયું હતું. તે અંતર્ગત મહાનગરો જેવા કે, ભાવનગર, જામનગર, જૂનાગઢ, રાજકોટ અને સુરતમાં મતદાન થયું હતું. અહીં સરેરાશ 59.88 ટકા મતદાન થયું હતું. અહીં ભાવનગરમાં કુલ 59.17 ટકા, જામનગરમાં 58.01 ટકા, જૂનાગઢમાં 59.52 ટકા અને રાજકોટમાં 60.45 ટકા મતદાન થયું હતું. વર્ષ 2017ની વાત કરીએ તો (Low Polling Metro Cities for Gujarat Election) ભાવનગરમાં 62.18 ટકા, જામનગરમાં 64.70 ટકા, જૂનાગઢમાં 63.15 ટકા અને રાજકોટમાં 67.29 ટકા મતદાન થયું હતું. આ સાથે જ આ વખતે ગઈ ચૂંટણી કરતા સૌથી ઓછું 9.61 ટકા મતદાન રાજકોટમાં થયું છે.
ભાવનગરમાં કુલ મતદાન ભાવનગરની વાત કરીએ (Low turnout in Bhavnagar) તો, અહીં ભાવનગર પૂર્વ બેઠક પર 56.08 ટકા, ભાવનગર ગ્રામ્ય બેઠક પર 60.96 ટકા, ભાવનગર પશ્ચિમ બેઠક પર 60.51 ટકા, ગારિયાધર બેઠક પર 60.83 ટકા, મહુવામાં 61.96 ટકા, પાલિતાણામાં 58.94 ટકા અને તળાજામાં 55.01 ટકા મતદાન થયું હતું.
જામનગરમાં કુલ મતદાન જામનગરમાં (Low turnout in Jamnagar) જામજોધપુરમાં 65.42 ટકા, જામનગર ઉત્તરમાં 55.96 ટકા, જામનગર ગ્રામ્યમાં 56.33 ટકા, જામનગર દક્ષિણમાં 57.33 ટકા, કાલાવડમાં 55.61 ટકા મતદાન થયું હતું.