ગુજરાત

gujarat

ETV Bharat / state

લો ગાર્ડન હેપી સ્ટ્રીટનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદ્ધાટન - latestgujaratinews

અમદાવાદ : શહરેના લો ગાર્ડન વિસ્તારની ખાણીપીણી બજારને ગત વર્ષે સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી. ત્યાબાદ મ્યુનિ.એ હેપી સ્ટ્રીટ અને ફુડ પ્લાઝા તરીકે રૂ. 8.40 કરોડથી વધુ ખર્ચે પુનઃનિર્માણ કર્યું છે. જેનું ઉદ્ધાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે થશે.

a
etv bharat

By

Published : Feb 7, 2020, 3:06 PM IST

હાલમાં તે જગ્યા પર 25 નાનામોટા ફુડવાન રાતના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે. હરાજીથી ફુડવાનની જગ્યા આપવામાં આવી છે, અને તેમના સ્ટાફને આરોગ્યના નિયમો અનુસાર ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. ગ્લોઝ પહેરવાના, માથે કેપ પહેરવાના નિયમોનું ફરજિયાત રીતે પાલન કરાવાશે.

ખાસ કરીને મોટી ફૂડવાન માટે 1 નંબરની જગ્યા રૂ. 96 હજારમાં, 9 નંબરની જગ્યા રૂ. 1.67 લાખમાં આપવામાં આવી હતી. સાથે 13 નંબરની વાનને રૂ. 1.26 લાખ, 6 નંબરની જગ્યા રૂ. 1.38 લાખના માસિક ભાડાની બોલીમાં અપાવામાં આવી હતી. તે રીતે નાની 9 ફૂડવાન માટેની જગ્યા માટે પણ રૂ. 90 હજારની બોલી લગાવાઇ હતી. 2 બીજી નાની ફૂડવાન માટે પણ રૂ. 73 હજારની બોલી લગાવાઇ હતી. હેવમોર, વાડીલાલ, અસરફી સહિતના આઇસ્ક્રીમ વિક્રેતાઓએ બોલીમાં ભાગ લીધો હતો. ઓનેસ્ટ, સહિતના અન્ય કેટલાક અગ્રણી ફૂડ ચેન ધારકોએ પણ બોલીમાં જોડાયા હતા.

લો ગાર્ડન હેપી સ્ટ્રીટનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદ્ધાટન

હેપી સ્ટ્રીટમાં ફુડ પ્લાઝા ઉપરાંત 272 મીટર સાયકલ ટ્રેક, બેસવા માટે 42 બેન્ચીસ, 272 મીટર હેરિટેજ થીમ પર દિવાલ ઉભી કરવામાં આવી છે. 67 વૃક્ષો અને 62 ફુલછોડને ઉછેરવામાં આવ્યા છે. આજે સાંજે રિવરફ્રન્ટ હાઉસ ખાતે દેશભરના સ્માર્ટસિટી જાહેર કરેલા શહેરોના પ્રતિનિધિઓ, સીઇઓ, વિષયના નિષ્ણાતોની હાજરીમાં એક પરિસંવાદ યોજાનાર છે. જેમાં મુખ્યપ્રધાન હાજરી આપશે અને ત્યારબાદ તેઓ લોગાર્ડન ખાતે હેપી સ્ટ્રીટનું લોકાર્પણ કરવાના છે.

હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાનું આયોજન ખાણીપીણી બજાર તરીકે અને ત્યાં જ 148 ટુ-વ્હીલર તથા 28 ફોર-વ્હીલર્સ માટે પે એન્ડ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાઇ છે.

ABOUT THE AUTHOR

...view details