અમદાવાદ: વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 21 વર્ષીય હિરલ (નામ બદલેલ છે) ઇસ્કોન ખાતે આવેલ એક ફાસ્ટફૂડની દુકાનમાં નોકરી કરે છે. બે વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી હિરલ વિકી વાળોદરા નામના ધોળકાના યુવક સાથે સંપર્કમાં આવી હતી. જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, અને બંને ફોનથી વાતચીત કરતા હોય ઓક્ટોબર 2022 માં યુવતી ઘરે એકલી હતી, તે વખતે વિકી તેના ઘરે આવ્યો હતો અને આપડે લગ્ન કરી લઈશું, તેવી લાલચ આપીને તેની એકલતાનો લાભ લઇ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
"આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી હાલ ફરાર હોય તેને પકડવા માટે ટિમો કામે લગાડી છે"--કે.બી રાજવી (વેજલપુર પોલીસ સ્ટેશનના PI)
વાસણા ખાતે રોકાઈ: જે બાદ ફરીથી વીકીએ નવેમ્બર 2022 ના મહિનામાં આનંદનગર રોડ ખાતે આવેલ ગોપી હોટલની ઉપર એક ગેસ્ટ હાઉસમાં તેમજ સીમા હોલની પાસે આવેલ એસીબી હોટલમાં હિરલને બોલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ તારીખ 21 ફેબ્રુઆરી 2023 ના રોજ હિરલ માતા પિતાના ઘરેથી પ્રેમી વિકી સાથે ભાગી ગઈ હતી. બે દિવસ સુધી વિકીના મોટા પપ્પાના ઘરે વાસણા ખાતે રોકાઈ હતી, જ્યાં વિકીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ તેઓ બંને વિકીના ઘરે ધોળકા ખાતે રહેવા માટે ગયા હતા. જ્યાં પણ વિકીએ તેને થોડા સમયમાં લગ્ન કરી લઈશું, તેવું કહીને અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. સાડા ત્રણ મહિના તે ત્યાં રોકાયા બાદ હિરલ તેમજ વિકી વાસણા ખાતે રહેવા આવ્યા હતા જ્યારે પણ વિકીએ તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા.
ગંદી ગાળો બોલીને માર મારતો:હિરલ વિકીને લગ્ન કર્યા બાદ શરીર સંબંધ બાંધવાની કહેતા વિકી તેને ગંદી ગાળો બોલીને માર મારતો હોય, જે બાદ 29 જુલાઈ 2023 ના રોજ સવારના સમયે વીકીને કેરલ ખાતે નોકરી કરવા માટે જવાનું હોય હિરલે તેને કેરલ ખાતે નોકરી જવાની ના પાડતા વિકીએ તેની સાથે બોલાચાલી કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદ હિરલ માતા પિતાને ઘરે રહેવા માટે ગઈ હતી. બાદમાં પ્રેમીના મોબાઇલ પર હિરલે અવારનવાર ફોન કરતા તેનો ફોન બંધ આવતો હોય જેથી અંતે આ સમગ્ર મામલે પરિવારજનોને જાણ કરી હતી.
- Ahmedabad Crime: ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ઘરફોડ ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, તપાસમાં અનેક ગુનાનો ભેદ ઉકેલાયો
- Vadodara Family Suicide: વડોદરામાં પંચાલ પરિવારનો સામુહિક આપઘાત, પરિવારના બે સદસ્યના મોત