શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં કેદાર ફ્લેટમાં મિહિર ચૌધરી અને સોનલનગર વિભાગ-2માં નિધિ પંચાલ રહેતા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. ત્યારે 7 ઓગસ્ટના સાંજના સમયે મિહિર અને નિધિ ઘરની નજીકમાં મળ્યા હતા. મિહિરે નિધીને જ્યારે લગ્ન માટે કહ્યું ત્યારે નિધીએ ના પાડી હતી. જેને લઈને મિહિરે કહ્યું કે, "હું તને મારી નાખીશ" તો નિધીએ પણ સામે જવાબ આપ્યો હતો કે, "મારી નાખ" માટે ઉશ્કેરાઈને મિહિરે નિધિ પર છરી વડે હુમલો કર્યો હતો.
પ્રેમ સંબંધમાં યુવતીએ લગ્ન કરવાનો ઇનકાર કરતા યુવકે જાહેરમાં છરીના ઘા ઝીંક્યા - lover attack
અમદાવાદ: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવક અને યુવતીના પ્રેમ સંબંધમાં યુવતીએ યુવક સાથે લગ્ન કરવાની ના પાડતા યુવકે ઉશ્કેરાઈને યુવતીના ગળા પર છરીના ઘા માર્યા હતા. જેને લઇને યુવતીની હાલત ગંભીર છે. જ્યારે યુવકની સોલા પોલીસે છરી સાથે ધરપકડ કરી છે.
Ahmedabad
હુમલો કરતા આસપાસના લોકો એકઠા થયા હતા. નિધીને ઘાયલ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેને ગળાના ભાગ પર 42 ટાંકા આવ્યા હતા. પોલીસે આ મામલે મિહિરની છરી સાથે ધરપકડ કરી છે. છરી વડે હુમલો થયાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.