- 60 વર્ષના લવજીભાઇના અંગદાનથી દર્દીને મળશે નવું જીવન
- 2 કિડની અને એક લીવરનું અંગદાન કર્યું
- છેલ્લા 11 મહિનામાં અંગદાનથી 57 લોકોના જીવ બચ્યા
અમદાવાદ: બોટાદના 60 વર્ષના લવજીભાઇ છેલ્લા દોઢ મહિનાથી શરીરના વિવિધ અવયવોની તકલીફથી પીડાઇ રહ્યા હતા. તેમને એકાએક ઝાડા અને ઉલ્ટી પણ થવા લાગી, જેથી તેમના પરિવારજનો સારવાર અર્થે લીમડીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા પરંતુ પરિસ્થિતિ વધુ ગંભીર બનતા તબીબોએ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં(Ahmedabad Civil Hospital) સારવાર અર્થે લઇ જવા કહ્યું હતું.
પરિવારને અંગદાન વિશે જાગૃત કરવામાં આવ્યો
પરિવારજનો લવજીભાઇને 27મી નવેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવ્યા હતા, જ્યાં 5મી ડિસેમ્બરના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયુ. હોસ્પિટલના તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા સિવિલ હોસ્પિટલની SOTTOની(State Organ And Tissue Transplant Organization) ટીમ દ્વારા પરિવારજનોને અંગદાન(Organ Donation in Gujarat) સંદર્ભે સમજૂતી આપીને જાગૃત કરવામાં આવ્યા હતા.
1 લીવર અને 2 કિડનીનું દાન કર્યું
લવજીભાઇના પરિવારજનોએ પણ આ પવિત્ર અંગદાનનું(Botad Organ donation) મહાદાન કરવાની સંમતિ દર્શાવતા તેમનું એપ્નીયા ટેસ્ટ કરવામાં આવ્યું. જે જરૂરી માપદંડમાં બંધ બેસતા 6મી ડિસેમ્બરના રોજ લવજીભાઇના અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. લવજીભાઇના 1 લીવર અને 2 કિડનીનું દાન મળ્યું છે, જેનું જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. આ દાન દ્નારા દર્દીના જીવનમાં હવે ઉજાસ પથરાશે.