ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસની નજર સામે જ પ્રેમ લગ્ન કરનાર યુવકની ગળુ કાપી કરાઇ હત્યા

અમદાવાદ: જિલ્લાના માંડલ તાલુકાના વરમોર ગામે પ્રેમલગ્ન કરનાર યુવકની પોલીસની હાજરીમાં ગળુ કાપીને હત્યા કરાઇ છે. યુવક પોલીસ બંદોબસ્ત સાથે યુવતીને લેવા ગયો હતો. ત્યારે યુવતીના પરિવારજનોએ યુવક અને પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવકનું મોત થયું છે, ત્યારે માંડલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમ લગ્ન કરનાર યુવકને પોલીસની હાજરીમાં યુવતીના પરિવારે મોતને ઘાટ ઊતાર્યો

By

Published : Jul 9, 2019, 5:03 PM IST

Updated : Jul 10, 2019, 12:52 PM IST

મળતી માહિતી પ્રમાણે, પોલીસની હાજરીમાં હરેશ સોલંકીએ અને માંડલના વરમોરમાં રહેતી ઉર્મિલાબા ઝાલા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતી પોતાના માતા-પિતાને ઘરે રહેતી હતી. સોમવારના રોજ હરેશ સોંલકી 181 અભયમ્ હેલ્પલાઇનની મદદ લઇ પોલીસકર્મીઓ સાથે પત્ની ઉર્મિલાને લેવા વરમોર ગામે ગયો હતો.

પોલીસની નજર સામે જ પ્રેમ લગ્ન કરનાર યુવકની ગળુ કાપી કરાઇ હત્યા

યુવકે પોલીસ સાથે યુવતીના ઘરે જઇ તેણે ઉર્મિલા સાથે લગ્ન કર્યા હોવાની વાત જણાવી હતી. પરિવારના લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. છતાં યુવતીના કંટુંબીજનો હરેશની વાત સમજતા નહોતા. વાતચીત દરમિયાન મામલો ગરમાયો હતો. ગુસ્સે ભરાયેલાં યુવતીના પરિવારે યુવક તેમની છોકરીને ભગાડી ગયો હતો. જેમાં ક્રુર બનેલાં યુવતીના પરિવારનો ગુસ્સામાં યુવકનું જાહેરમાં ગળું કાપી હત્યા કરી નાખી હતી.

પ્રેમથી શરૂ થયેલી વાત મોત પર આવીને અટકી હતી. આ સમગ્ર ઘટના પોલીસની હાજરી બની હતી. એટલે લોકો પોલીસની ઢીલી કામગીરી પર પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. ત્યારે માંડલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Jul 10, 2019, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details