ભાજપનો ખેસ પહેરી અને હાથ લૂછી નાખ્યાં, અલ્પેશની આવી છે એન્ટ્રી... - ahd
અમદાવાદ: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ત્યારે તે ભાજપામાં જોડાતાની સાથે જ ભાજપના ખેસની મર્યાદા ન રાખી શક્યા અને પેંડો ખાઈને ખેસથી જ પોતાના હાથ લૂછ્યા હતા. તો આવો જોઈએ તે વિડિયો.
ઠાકોર સેનાના વડા અલ્પેશ ઠાકોરે ઠાકોરની સભામાં કહ્યું હતું કે હું રાજનીતિમાં નહી આવું, અને તેઓ પછી પાછળથી રાજનીતિમાં આવ્યા હતા. અને કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાં અલ્પેશ ઠાકોરને રાહુલ ગાંધીએ કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુરથી કોંગ્રેસે તેમને ટિકીટ આપી હતી. આમ, અલ્પેશ ઠાકોર રાધનપુરના ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. ત્યાર પછી રાજનીતિએ નવો વળાંક લીધો હતો. ગુજરાત વિધાનસભા પછી લોકસભામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી, તે પછી અલ્પેશ ઠાકોરે પક્ષ પલટો કર્યો. અને આજે એટલે કે ગુરુવારે વિધિવત રીતે ભાજપમાં જોડાયા.