ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની જળયાત્રા સાદાઈથી યોજાઈ - Lord Jagannathji'

23 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા યોજવવાની છે. અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરી પછીની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા હોય છે. જેમાં ભગવાન ભક્તોને દર્શન આપવા નગર યાત્રાએ નીકળે છે. ત્યારે રથયાત્રા પહેલાં જળયાત્રા પણ ધામધૂમથી યોજાય છે. પરંતુ કોરોના વાઈરસના કારણે આ વર્ષે જળયાત્રાનું આયોજન સાદાઈથી કરવામાં આવ્યું છે.

lord-jagannathjis
ભગવાન જગન્નાથજી

By

Published : Jun 5, 2020, 10:36 AM IST

Updated : Jun 5, 2020, 1:00 PM IST

અમદાવાદ: 23 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા યોજવવાની છે. અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરી પછીની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા હોય છે. જેમાં ભગવાન ભક્તોને દર્શન આપવા નગર યાત્રાએ નીકળે છે. ત્યારે રથયાત્રા પહેલાં જળયાત્રા પણ ધામધૂમથી યોજાય છે. પરંતુ કોરોના વાઈરસના કારણે આ વર્ષે જળયાત્રાનું આયોજન સાદાઈથી કરવામાં આવ્યું છે.

પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની જળયાત્રા સાદાઈથી યોજાઈ

કોરોના વાયરસની મહામરી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ આ વર્ષે સાદાઈથી યોજાવાની છે. દર વર્ષે રથયાત્રા અગાઉ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાય છે. જે આ વર્ષે કોરોના વાયરસની મહામારીને કારણે ખૂબ જ સાદાઈ જ યોજાઈ હતી.

દર વર્ષે મંદિરના ટ્રસ્ટી, મહંત, ભક્તો, હાથી, ભજન મંડળી, બેન્ડ બાજા સાથે હર્ષલ્લાસ સાથે જળયાત્રા યોજાય છે. પરંતુ આ વર્ષે માત્ર મંદિરના માહિત, ટ્રસ્ટી, મંદિરના સેવકો અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન જળયાત્રા યોજીને પૂજા કરવામાં આવી હતી. દર વર્ષે 108 કળશ પણ સાથે લઈ જવામાં આવે છે. ત્યારે આ વર્ષે એકજ કળશ લઈ જવામાં આવ્યું હતું.

લોકો એકત્રિત ન થાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિને જળયાત્રામાં ભાગ લેવા દેવામાં આવ્યો ન હતો. હાલ મંદિર પરિસરમાં પણ પોલોસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નાયબ મુખ્યપ્રધાનના જણાવ્યા અનુસાર 8 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે. તે બાદ રથયાત્રા અંગે બેઠક પણ મળશે અને સરકાર દ્વારા કેટલાક નિર્ણય લેવામાં આવશે.

હાલ, તો કોરોના વાયરસની મહામરી વચ્ચે શાંતિપૂર્ણ અને સાદગીથી જળયાત્રા યોજાઈ છે. હવે 23 જૂને રથયાત્રા પણ આ રીતે યોજાશે.

Last Updated : Jun 5, 2020, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details