- રાયપુર ચકલા વિસ્તારમાં ફૂલોથી ભગવાનનું સ્વાગત કરાયું
- લોકોએ કરફ્યુનું પાલન કરતા ભગવાનના આશીર્વાદ મેળવ્યા
- લોકોએ પોલીસને સાથ-સહકાર આપી નાગરિક ધર્મ નિભાવ્યો
અમદાવાદ : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોટ વિસ્તારમાંથી ભગવાન શ્રી જગન્નાથ (Lord Jagannath)ની રથયાત્રા શાંતિમય રીતે પસાર થઈ રહી છે. લોકો ઘરેથી જ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવી રહ્યા છે. અમદાવાદના કોટ વિસ્તાર એવા રાયપુર ચકલા ખાતે ભગવાન શ્રી જગન્નાથ (Lord Jagannath) તેમજ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું સ્વાગત લોકોએ હર્ષોલ્લાસથી કર્યું.
આ પણ વાંચો : Jagannath Rathyatra પહેલા ખલાસીઓના કરાયા RT-PCR ટેસ્ટ, 1 વાગ્યા સુધી રથયાત્રા નીજ મંદિર પરત લાવવાના નિર્ણયથી ખલાસીઓ નારાજ
લોકોએ પોલીસને સાથ-સહકાર આપી નાગરિક હોવાનો ધર્મ નિભાવ્યો
લોકોએ પોલીસ સાથે ઘર્ષણ ન કરી કરફ્યુનું ચુસ્તપણે પાલન કર્યું. જે ઘર ભયજનક હતા ત્યાં પણ લોકો ચડવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસ અને મનપા દ્વારા પૂર્ણ રીતે પ્રયાસો કરવામાં આવ્યા હતા. લોકોએ પણ પોલીસને સાથ-સહકાર આપી પોતાનો નાગરિક હોવાનો ધર્મ નિભાવ્યો હતો.
આ પણ વાંચો : 144મી રથયાત્રા પ્રસ્થાન : મુખ્યપ્રધાન રૂપાણીએ કરી પહિન્દ વિધિ, જાણો આ વિધિ શું છે અને કોના હસ્તે કરાય છે ?
લોકોએ ઘરેથી ટીવી ઉપર રથયાત્રાના દર્શન કર્યા
ETV BHARAT સાથે વાતચીત દરમિયાન પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભગવાન નગરચર્યાએ નીકળ્યા એ જ આનંદની વાત છે. લોકોએ પોતાના ઘરેથી ટીવી ઉપર આવતા જીવંત પ્રસારણના માધ્યમથી રથયાત્રાના દર્શન કર્યા. બીજી તરફ ફૂલોથી ભગવાનનું સ્વાગત પણ કરવામાં આવ્યું.
આ પણ વાંચો -