આરોપી રાજકોટના કુવાડવા અને આસપાસના વિસ્તારમાં એસ.ટી બસમાં મુસાફરી કરતા લોકો અને રાત્રે ખાનગી વાહનમાં જતાં લોકોને ખાવવાની ચીજ-વસ્તુઓમાં ઘેનની દાવા નાખી બેભાન કરી લૂંટી લેતા હતા. છેલ્લા બે વર્ષમાં આરોપી દ્વારા એસ.ટી બસમાં બેભાન કરી લુંટ ચલાવવાના 21 જેટલા ગુના નોંધાયા હતા. આરોપીને ઝડપી પાડવામાં માટે રાજકોટ પોલીસ કમિશ્રર દ્વારા તેને શોધીને પડકવા માટેનો હુકમ પણ બહાર પાડયો હતો.
બસમાં મુસાફરોને બેભાન કરી લૂંટ ચલાવાતા આરોપીને કોર્ટે 8 વર્ષની સજા ફટકારી - અમદાવાદ સેશન્સ કોર્ટ
અમદાવાદ: બસમાં મુસાફરોને ખાવા-પીવાની વાનગીમાં ઘેનની દવા ભેળવી લુંટ આચરનાર આરોપી નીતિન ઈલ્યાસના ગુરુવારે અમદાવાદ સેશન્સ કોર્ટ જજ એ.ડી દેસાઈએ 8 વર્ષની સજા અને 20 હજારનો દંડ ફટકાર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વર્ષ 2018માં આ રિઢા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
court
અમદાવાદમાં આવતી બસમાં આરોપીએ ફરિયાદીને બેભાન કરીને સોનાની ચેનની લૂંટ ચલાવી હતી અને બાબતે ગુનો દાખલ થતાં આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ હતી અને ત્યારબાદ રિમાન્ડ માટે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.