ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ શહેરમાં ક્યાંક લાખોની ઉચાપત તો ક્યાંક બંદુક બતાવી લાખોની લૂંટ - ઓઢવ વિસ્તારમાં સોનીની દુકાનમાં જઈને ફાયરીંગ

અમદાવાદ : શહેરમાં વર્ષ 2020 શરુ થતાની સાથે જ ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ચોરી, લૂટ, હત્યા જેવા ગંભીર બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરના 2 અલગ અલગ વિસ્તારમાં લાખોની ઉચાપત અને બંદુક બતાવી આંગડીયા પેઢીના કર્મચારી સાથે લૂટના કિસ્સા સામે આવ્યા છે, આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે. પરંતુ હજુ આરોપી પોલીસ પકડથી દૂર છે.

ahmedabad
અમદાવાદ

By

Published : Jan 17, 2020, 5:39 PM IST

આ અંગે મળતી માહિતી અનુસાર કાલુપુર વિસ્તારની ગણેશ ચેમ્બર્સમાં આવેલા પટેલ મહેન્દ્રકુમાર અરવિંદકુમાર એન્ડ કંપનીની આંગડીયા પેઢીનો મેનેજર 9 જાન્યુઆરીએ 26 લાખ લઈને નાસી ગયો છે. આ મામલે પેઢીના માલિકને જાણ થતા તેમને મેનેજર રોહિતસિંહ વાઘેલાના સંપર્કનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સંપર્ક ન થતા અંતે રમેશભાઈએ મેનેજર વિરુધ્ધ કાલુપુર પોલીસ સ્ટેશનમાં 26 લાખની ઉચાપતની ફરિયાદ નોધાવી છે.

અમદાવાદ શહેરમાં ક્યાંક લાખોની ઉચાપત તો ક્યાંક બંદુક બતાવી લાખોની લૂંટ

તેમજ અન્ય કિસ્સામાં બાપુનગર વિસ્તારના હીરા બજારમાં આવેલ પી.શૈલેશ આંગડીયા પેઢીનો કર્મચારી જીગ્નેશ સુતરીયા પેઢીને બંધ કરીને રાત્રે પરત જઈ રહ્યો હતો. તે દરમિયાનમાં એકટીવા પર 2 શખ્સોએ હવામાં ફાયરીંગ કરીને આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી હીરાના 5 પેકેટ ઝુંટવી લીધા હતા. આ મામલે બાપુનગર પોલીસે 6.71 લાખના હીરાની લૂટની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

મહત્વનું છે કે, અમદાવાદમાં થોડા દિવસો અગાઉ ઓઢવ વિસ્તારમાં સોનીની દુકાનમાં જઈને ફાયરીંગ કરીને લૂંટ કરવામાં આવી હતી. જેનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. ત્યારે વધુ એક લૂંટ અને ઉચાપતનો કિસ્સો સામે આવ્યો છે. આ આરોપી પણ પોલીસ પકડથી દુર છે. લૂંટ મામલે સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details