અમદાવાદમાં આત્મનિર્ભર યોજનાનું ફોર્મ લેવા લોકોની લાંબી કતારો - આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના
ગુજરાતમાં આત્મનિર્ભર યોજના હેઠળ રૂપિયા 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી હતી.આ અંતર્ગત રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર્સ, ઓટો ડ્રાઈવર સહિતના વ્યક્તિગત ધંધા વેપાર કરતા અને કારીગરોને ફરી વખત બેઠા કરવા જાહેર કરેલી આત્મનિર્ભર યોજના માટેના અરજી ફોર્મ નવ હજાર જેટલા સ્થળોએ રાજ્યમાં આપવાનું શરૂ થયું હતું. આ ફોર્મ લેવા માટે લોકોએ લાંબી કતારો લગાવી હતી.
અમદાવાદ
અમદાવાદ: આ યોજના અન્વયે નાના વ્યવસાયકારો, કારીગરો ધંધો-રોજગાર કરનારા 10 લાખ જેટલા વ્યક્તિઓને ત્રણ વર્ષ માટે એક લાખ રૂપિયાની લોન માત્ર બે ટકાના વ્યાજે આપવામાં આવશે. જેમાં લોનના પ્રથમ છ માસ સુધી કોઈ હપ્તો પણ વસૂલવામાં નહીં આવે ત્રણ વર્ષ માટેની મુદતની આવી લોન સહકારી બેંકને આઠ ટકા વ્યાજે લાભાર્થીને આપવા મુખ્યપ્રધાને જણાવ્યું છે.