ગુજરાત

gujarat

ETV Bharat / state

Lok Sabha Election 2024 : ચૂંટણી પૂર્વે 'બેહતર ભારત કી બુનિયાદ' નામે યુથ કોંગ્રેસનું બેંગ્લોરમાં અધિવેશન મળશે - ગુજરાતમાં લોકસભા બેઠક

લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને રાષ્ટ્રીય યુથ કોગ્રેસનું બેંગ્લોર ખાતે અધિવેશન મળશે. જેમાં દેશભરના 3000 જેટલા યુથ કોગ્રેસના નેતા તેમજ કાર્યકર્તા હાજર રહેશે. આ ઉપરાંત જેની અંદર મોંઘવારી બેરોજગારી મુદ્દાને ચર્ચા કરીને લોકોને કોંગ્રેસ પ્રત્યે જાગૃત કરવાના પ્રયત્નો કરાશે.

Lok Sabha Election 2024 : ચૂંટણી પૂર્વે બેહતર ભારત કી બુનિયાદ નામે યુથ કોંગ્રેસનું બેંગ્લોરમાં અધિવેશન મળશે
Lok Sabha Election 2024 : ચૂંટણી પૂર્વે બેહતર ભારત કી બુનિયાદ નામે યુથ કોંગ્રેસનું બેંગ્લોરમાં અધિવેશન મળશે

By

Published : Jul 17, 2023, 3:36 PM IST

ચૂંટણી પૂર્વે બેહતર ભારત કી બુનિયાદ નામે યુથ કોંગ્રેસનું બેંગ્લોરમાં અધિવેશન મળશે

અમદાવાદ : રાજ્યસભાની 3 બેઠક પરથી ભાજપ ગુજરાત બેઠક બિનહરીફ વિજેતા થયા છે, ત્યારે હવે આગામી વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેને લઇ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે કાઁગ્રેસ પણ પોતે સત્તા પર પાછી ફરવા માટે એડીચોંટી જોર લગાવી તૈયાર કરી છે. તેવા સમયે યુથ કોંગ્રેસ દ્વારા બેહતર ભારત કી બુનિયાદ નામે એક એધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી લોકસભાની ચૂંટણી તૈયારી પહેલા યુથ કોંગ્રેસનું અધિવેશન બેંગ્લોર ખાતે ત્રણ દિવસ માટે 26 જુલાઈ શરૂ થશે. જેમાં દેશભરના 3000 જેટલા યુથ કોગ્રેસના નેતા તેમજ કાર્યકર્તા હાજર રહી યુથ કોંગ્રેસના અધિવેશન હાજરી આપશે. તેમજ આ અધિવેશન દેશમાં ચાલી રહેલી મોંઘવારી, બેરોજગારી તેમજ જે સરકારી એજન્સી દુર ઉપયોગ કરી જે ડરાવવામાં કે ધમકાવવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેના મુદ્દે ચર્ચા કરી દેશની જનતાએ સમાએ મૂકવામાં આવશે. - રાજેશ સિંહા (યુથ કોંગ્રેસ ગુજરાત પ્રભારી)

150 બેઠક પર લડવાની તૈયારી :યુથ કોંગ્રેસ દ્વારા આવનાર લોકસભાની ચૂંટણીમાં 150 જેટલી બેઠક પર તેમજ ગુજરાતની 26 બેઠકોમાંથી 11 બેઠક પર લડવાની તૈયારી દર્શાવી છે. સાથે જ જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ પક્ષ ટિકિટ આપશે તો અમે લોકસભાની ચૂંટણી લડવા તૈયાર છીએ અને જો ટિકિટ આપવામાં નહીં આવે તો અમે જે તે ઉમેદવારને પૂરતું સમર્થન આપી તેમને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે મદદરૂપ થશું.

ગુજરાતના યુવા રહેશે હાજર :બેંગ્લોરમાં મળનાર ત્રણ દિવસીય અધિવેશનમાં યુથ કોંગ્રેસના પ્રભારી તેમજ રાષ્ટ્રીય પ્રમુખ સહિતના નેતાઓ પણ હાજર રહેશે. જેની અંદર સમગ્ર દેશમાંથી 3,000થી વધુ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર હશે. જેમાં ગુજરાતના અંદાજે 200 જેટલા યુથ કોંગ્રેસના અલગ અલગ શહેર જિલ્લાઓમાંથી આ અધિવેશનમાં હાજરી આપશે. જેની અંદર દેશમાં ચાલી રહેલી મોંઘવારી સાથે સાથે બેરોજગારી મુદ્દાને ચર્ચા કરી લોક સંપર્ક કરી લોકોને જાગૃત કરવાના પ્રયત્નો યુદ્ધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.

  1. Pension Scheme In Gujarat: લોકસભા ચૂંટણી પહેલા 29 રાજ્યમાં ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ શરૂ થશે, ગુજરાતથી કરાયું આયોજન
  2. Gandhinagar News : રાજ્યસભા ચૂંટણીને લઇ અમિત ચાવડાનું નિવેદન, મોવડીમંડળ સાથે બેઠક કરી અંતિમ નિર્ણય લઇશું
  3. Minimum Wages : લઘુતમ વેતન અને કર્મચારીઓનું શોષણના મુદ્દાને લઈને સરકાર પર અમિત ચાવડાએ પ્રહાર કર્યા

ABOUT THE AUTHOR

...view details