અમદાવાદ: કોરોના વાઈરસના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં લોકડાઉનની અસર જોવા મળી રહી છે. મંગળવાર સવારથી જ શહેરમાં દુકાનો, કોમ્પ્લેક્ષ, શોપિંગ સેન્ટર તમામ જગ્યાઓ બંધ જોવા મળી હતી. 31મી માર્ચ સુધી રાજ્યમાં લોકડાઉન રહેશે.
અમદાવાદ શહેરમાં લોકડાઉનની વ્યાપક અસર, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત - રાજ્યમાં લોકડાઉન
વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. ભારતમાં પણ આ વાઇરસના 471થી વધુ કેસ પોઝિટિવ છે. ગુજરાતમાં કોરોના વાઇરસના 33 કેસ નોંધાયા છે. સુરતમાં કોરોના વાઇરસના કારણે 67 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. સરકારે રાજ્યને લોકડાઉન કર્યું છે અને કલમ 144 લાગુ કરી છે.

વિશ્વ
અમદાવાદ: શહેરમાં લોકડાઉનની વ્યાપક અસર
અમદાવાદમાં પણ લોકોએ બંધ રાખ્યું છે. કોરોના વાયરસ ફેલાય નહીં તે માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી લોકોએ સમજીને દુકાન, મોલ, મલ્ટીપ્લેક્સ સહિતના સ્થળો પર બંધ રાખ્યું હતું. તમામ જગ્યાઓ પર વ્યક્તિઓ દેખાતા નથી. બીજી તરફ શહેરના રસ્તાઓ પરથી પસાર થતા લોકોને પણ રોકી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા લોકોને શાંતિપૂર્ણ રીતે અપીલ કરીને પાછા મોકલવામાં આવ્યા હતા.
રાજ્યમાં લોકડાઉન હોવાથી પોલીસ લોકોને જાહેર સ્થળો પર ભેગા થતા રોકી રહી છે.