અમદાવાદ: સંપૂર્ણ ભારતમાં અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે કોરોના વાઈરસને કારણે ગુજરાત સરકારે પહેલાંથી જ છ મોટા શહેરોને લોકડાઉન કરી દીધાં હતાં. જેના કારણે રસ્તા ઉપર વાહનોની અવરજવર નહિવત થઈ ગઈ છે.
લોકડાઉનની 'પોઝિટવ ઈફેક્ટ': રસ્તાઓ ઉપર વાહનો ફરતા બંધ થતાં હવાની ગુણવત્તા સુધરી - અમદાવાદ પ્રદૂષણ
કોરોના વાઈરસના કારણે કરવામાં આવેલા લોકડાઉનથી લોકો ઘરમાં રહેવા મજબૂર થયા છે, ત્યારે શહેરમાં રોડ ઉપર વાહન વ્યવહાર બંધ થઈ જતાં અમદાવાદ સહિત અનેક શહેરોની એર ક્વોલિટી સુધરી છે.
શહેરો લોકડાઉન હોવાના કારણે સરકાર દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ બંધ કરવામાં આવી છે. કોરોના વાઈરસના કારણે લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે. જેના લીધે રોડ ઉપરનો વાહન વ્યવહાર બંધ થઈ જતાં, અમદાવાદ જેવા શહેરોની એર ક્વોલિટી સુધરી છે. સામાન્ય રીતે 100થી 200ની વચ્ચે મધ્યમ કે ખરાબ કહી શકાય તેવો રહેતો એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યારે 0 થી 80 જેટલો સારો છે.
આગામી હજુ કેટલાક દિવસ જ્યારે શહેર લોકડાઉન રહેવાનું છે, ત્યારે શ્વાસમાં લેવા માટે શહેરની જનતાને સારી હવા મળશે.