અમદાવાદ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસનું લૉક ડાઉન આપવામાં આવતા સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે., ત્યારે અમદાવાદની પોળની સ્થિતિ શું છે તે જાણવા ETV Bharatની ટિમ ખાસ અમદાવાદની પોળમાં પહોંચી હતી.
અમદાવાદ શહેરમાં લોકડાઉન, જાણો પોળનો શું છે માહોલ?
શહેરમાં લોકડાઉન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં લોકડાઉન દરમિયાન લોકો કેવી રીતે પોતાનો સમય પસાર કરી રહ્યા છે. તેને જોવા માટે ETV Bharatની ટીમ પોળ ખાતે પહોચી હતી. જ્યાં લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે લોકો રમતો રમી તેમજ પોતાની જૂની યાદો તાજા કરી પોતાનો સમય પસાર કરી રહ્યા છે.
શહેરમાં લોકડાઉન, જાણો પોળનો શું છે માહોલ?
આ તકે રહીશો સાથે ખાસ વાતચીત કરી અને લોકડાઉન દરમિયાન પોતાનો સમય કેવી રીતે પસાર કરી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સ્થાનિકોએ જણાવ્યું કે તમામ લોકો એકઠા થઈ પોળની યાદો તાજી કરી રહ્યા છે અને પોળમાં એકઠા થઈ અલગ અલગ રમતો અને શહેરમાં ગરીબ લોકોની સેવા કરવા માટે નાસ્તા બનાવી તેઓને પહોંચાડી રહ્યા છે.