હકીકતમાં ગંદા પાણી તળાવમાં ભરાતા તળાવમાં રહતા ગટર અને એસિડ પાણીને કારણે સરખેજની સુંદર અને ઐતિહાસિક ધરોહરને નુકસાન પહોંચ્યું છે. અહીંના ગંદું પાણી ઈમારતની ઇંટો તોડી રહ્યું છે. આની સાથે આ ગંદા પાણીના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
અમદાવાદઃ સરખેજ રોઝાના તળાવમાં ગંદા પાણીથી સ્થાનિકો ત્રસ્ત - સ્વચ્છ પાણી
અમદાવાદ: વર્લ્ડ હેરિટેજમાં સામેલ એવું અમદાવાદ જે તમામ ગુજરાતીઓની જાન છે. અમદાવાદ શહેરનો પાયો નાખનારા એક હઝરત શેખ અહમદ ખંટુ ગંજ બક્ષની સમાધિ સરખેજ રોઝા તરીકે ઓળખાય છે. પંદરમી સદીમાં, મહમૂદ બેગડાંએ આ સમાધિની આજુબાજુ મહેલ બનાવ્યો હતો અને મધ્યમાં એક તળાવ બનાવ્યું હતું. જે સરખેજ રોઝા તળાવ તરીકે ઓળખાય છે. એક સમયમાં આ તળાવ લોકોને સ્વચ્છ પાણી પુરૂં પાડતું હતું, પરંતુ આજે આ દ્રશ્ય સંપૂર્ણ રીતે બદલાઈ ગયુ છે. તળાવ સ્વચ્છ પાણીને બદલે ગંદા પાણીથી ભરાયું છે.
સરખેજ રોઝાના તળાવમાં ગંદા પાણીથી સ્થાનિકો ત્રસ્ત
સરખેજ રોઝાને લઇને સ્થાનિક ઉપરાંત વિપક્ષ પણ ખૂબ જ પરેશાન છે અને લોકોની માગ છે કે, સરકાર તળાવમાં નર્મદા નદીની પાણીની લાઇનને જોડે અને સ્વચ્છ પાણીથી લોકોને લાભ મળે.
સરખેજ રોઝાની મુલાકાત લેવા માટે દુનિયાભરના લોકો આવે છે, પરંતુ જ્યારે તેઓ આ તળાવ જુએ છે, ત્યારે તેઓ દિલગીર થાય છે અને આથી સરકારની છબી પર સવાલ ઉઠે છે, ત્યારે જોવાનું એ રહ્યું કે, સરકાર આ મુદ્દે કેવા પગલા લે છે.