અમદાવાદ : અમરાઈવાડીમા રહેતા અનેક પરિવારો પોતાના ઘરમાં કરિયાણુ શાકભાજી પુરુ થઈ જતા સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડના કાર્યાલય પર આવીને હોબાળો કરી ભોજન માટે સુત્રોચ્ચાર કર્યા અને રોડ પર બેસી જતા અમરાઈવાડી પોલીસનો મોટો કાફલો ઘસી આવ્યો હતો.
અમદાવાદના અમરાઈવાડીમાં સ્થાનિકોએ ભોજન આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ - દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ
સમગ્ર દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને લઈને જે લોકડાઉન આપવામાં આવ્યું છે. તેમાં ગરીબોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. રેડઝોન ગણાતા અમદાવાદ શહેરમાં કરિયાણાની દુકાનો અને શાકભાજીની દુકાનો બંધ કરવામાં આવી છે. જેને લઇને લોકોને હવે ભોજન મેળવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે ગરીબ લોકોને સરકાર સામેના નાછૂટકે દેખાવો કરવા પડી રહ્યા છે.
![અમદાવાદના અમરાઈવાડીમાં સ્થાનિકોએ ભોજન આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ સ્થાનિકોએ ભોજન આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7140456-563-7140456-1589105197531.jpg)
આ તકે સ્થાનિકોનું કહેવું છે કે તેઓ જે વિસ્તારમાં રહે છે. ત્યાં ત્રણ લોકોએ આર્થિક સંકડામણથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટરનું કહેવું છે કે, છેલ્લા ત્રણ દિવસથી આ સ્થાનિકો તેમની ઓફિસે ભોજનની માંગવા દરરોજ આવતા હતા, પરંતુ તેનો ઉકેલ લાવી શક્યું નહોતો.
જો આ દેખાવોમાં એક ધ્યાને લેવા જેવી બાબત એ જોવા મળી હતી કે તમામ દેખાવકારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો. રાજકીય લાભ ખાટવાની હોડમાં કોર્પોરેટર પોતાની ફરજ ચૂક્યા હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. તો બીજી તરફ દેખાવની જાણ પોલીસને થતાં જ પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને ટોળાને વિખેરી નાખ્યું હતુ. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એ ફરજ બને છે કે તેમને આ ગરીબોને જમવાનું પહોંચાડવું જોઈએ.