- શાહીબાગના સ્લમ એરિયામાં વિકાસલક્ષી કામ ન થયા હોવાના સ્થાનિકોનો આક્ષેપ
- ગોપાલજીના ખાડામાં 2013થી પાણીની સમસ્યાનો નિકાલ નથી થયો
- જે કામ કરશે માત્ર તેને જ મળશે મત
અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે ટિકિટની દાવેદારી માટે ઉભા રહેનારા ઉમેદવારોની સાથો સાથ નગરજનો પણ ચૂંટણી માટે કોને મત આપવો તે માટેની તત્પરતા બતાવી રહ્યા છે. ત્યારે શાહીબાગ વિસ્તારના લોકોનું કહેવું છે કે, 'વર્ષ 2015ની ચૂંટણી સમયે આપાયેલા વાયદાઓની પૂરતી કરવામાં નથી આવી. ઉપરાંત વોર્ડમાં જે કંઈપણ વિકાસલક્ષી કામો થયા છે તે ગરીબ વિસ્તાર અને ચાલી વિસ્તારની બહાર થયા છે. કોઈ પણ કાઉન્સિલર જરૂરિયાતના સમયે ચાલીઓમાં આવવા તૈયાર નથી હોતા.
જે કામ કરશે માત્ર તેને જ મળશે મત