અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા કોરોના વાઇરસ લોકડાઉનને કારણે દેશના દરેક ભાગોમાં આવશ્યક વસ્તુઓની અપૂર્તિ ચાલુ રહે તેના માટે માલગાડીઓની અવર જવરને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
અમદાવાદ મંડળ દ્વારા હરિયાણા-દિલ્લી માટે મિલ્ક ટ્રેન, 6.90 લાખ લીટર દૂધ લોડિંગ કરાયું - દિલ્હી
કોરોના વાઇરસે જ્યાં એકતરફ વાહનવ્યવહાર ઠપ્પ કરવાની સ્થિતિ બનાવી છે, ત્યાં ગુજરાત તરફથી આખે આખી મિલ્ક ટ્રેન દિલ્હીવાસીઓ માટે મોકલવામાં આવી રહી છે. 6.90 લાખ લીટર દૂધ પ્રાથમિકતાના આધાર પર દિલ્હી રવાના કરાઈ રહ્યું છે.
અમદાવાદ મંડળ દ્વારા હરિયાણા-દિલ્લી માટે મિલ્ક ટ્રેન, 6.90 લાખ લીટર દૂધ લોડિંગ કરાયું
ઉત્તર ભારતના હરિયાણા અને દિલ્લી ક્ષેત્રમાં દૂધની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ મંડળના પાલનપુર સ્ટેશનથી હરિયાણાના પલવલ સ્ટેશન માટે 6.90 લાખ લીટર દૂધની 16 RMT ટેન્ક વેગનોમાં લોડિંગ કરવામાં આવ્યું છે. જેને પ્રાથમિકતાના આધાર પર ગંતવ્ય સુધી પહોચાડાઈ રહ્યું છે. આવશ્યક વસ્તુઓની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ મંડળ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.