- એલ જે ફાર્મસી કોલેજ ખાતે હોબાળો
- છેલ્લાં 3 વર્ષથી 400 વિદ્યાર્થીઓને ફાર્મસીનું લાયસન્સ નથી મળ્યું
- નિયમ કરતા વધુ એડમીશન આપ્યાં હોવાનો ABVP આક્ષે
- અમે નિયમ પ્રમાણે એડમીશન કર્યા છે: કોલેજે કરી સ્પષ્ટતા
અમદાવાદ: એલજે કોલેજઓફ ફાર્મસીના (LJ College of Pharmacy) ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ફાર્મસીનુ લાઈસન્સ ન મળતા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસથી પોતાની ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ નિવેડો ન આવતા વિદ્યાર્થીઓ દ્વારા તાળા બંધી અને પોતાની માર્કસીટ સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
લાઈસન્સ ન મળતુ હોવાથી વિદ્યાર્થીઓમાં મુશકેલીમાં
વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, કોલેજ દ્વારા ઈનટેક કરતા વધુ સીટો પર બેઠક ફાળવામાં આવે છે જેને કારણે તેમને લાઈસન્સ મેળવવામાં તકલીફ ભોગવી પડે છે. અને લાઈસન્સ ના મળવાથી પોતાની લાઇફ એકદમ અટકી ગઇ છે ઉપરાંત લાઈસન્સ ન મળતુ હોવાથી વિદ્યાર્થીઓ જોબ કે પોતાનો ધંધો શરૂ કરી શકતા નથી. બીજી તરફ એલજે કોલેજના સંચાલકોએ પોતાનો બચાવ કરતા જણાવ્યુ હતું કે, ૨૦૧૭ અને ૨૦૧૮માં એસીપીસી (ACP) દ્વારા એડમીશન પ્રક્રિયા કરવામાં આવી હતી.