ગુજરાત

gujarat

ETV Bharat / state

LIVE UPDATE: જાણો ગુજરાતમાં કોરોનાની સ્થિતિ - covid 19

corona
corona

By

Published : Apr 9, 2021, 10:26 AM IST

Updated : Apr 9, 2021, 5:51 PM IST

17:40 April 09

ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાને લઈ લીધો નિર્ણય

ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાને લઈ લીધો નિર્ણય

કોરોના સંક્રમણ વધતા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે અપાયા વિકલ્પ

ઓનલાઇન અને ઓફલાઇન એમ બન્ને રીતે લેવાશે પરીક્ષા

અગાઉ 12 એપ્રિલથી શરૂ થવાની હતી ઓફલાઇન પરીક્ષા

અગાઉ યુનિવર્સિટી માત્ર ઓફલાઈન જ લેવાની હતી પરીક્ષા

હવે વિદ્યાર્થીઓને અપાયો ઓનલાઇન વિકલ્પ

10 એપ્રિલથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી કરી શકશે રજિસ્ટ્રેશન

17:40 April 09

બોટાદ - બરવાળા નગરપાલિકા દ્વારા એક દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું

બોટાદ - બરવાળા નગરપાલિકા દ્વારા એક દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું

વધતા જતા કોરોના કેસને લઈને લેવાયો નિર્ણય

11 એપ્રિલને રવિવારે સમગ્ર બરવાળા શહેર રહેશે બંધ

17:39 April 09

ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના સંક્રમણ વધતા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના સંક્રમણ વધતા  લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

10 એપ્રિલથી યુનિવર્સિટીના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ

યુનિવર્સિટી સંલગ્ન 300થી વધુ કોલેજીસમાં પણ વર્ક ફ્રોમ હોમ

આગામી 5 દિવસ કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ લાગુ

શનિવાર અને સોમવારે ચાલુ રહેનારા દિવસોમાં અપાયું વર્ક ફ્રોમ હોમ

કોરોના ચેઇન તોડવા લેવાયો મહત્વનો નિર્ણય

17:38 April 09

ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાનો કહેર

ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાનો કહેર

પ્રો-વીસી જગદીશ ભાવસાર થયા કોરોના સંક્રમિત

લાઈબ્રેરીના વડા યોગેશ પરીખ પણ કોરોના સંક્રમિત

આ સિવાય અન્ય 4 કર્મીઓ પણ કોરોના પોઝિટિવ

બે દિવસ પહેલા ભાષા ભવનના કર્મચારીનું થયું હતું મૃત્યુ

17:38 April 09

મહેસાણા મોઢેરા ચાર રસ્તા પર માસ્ક ન પહેરવા મામલે વધુ એક તકરાર સર્જાઈ

મહેસાણા મોઢેરા ચાર રસ્તા પર માસ્ક ન પહેરવા મામલે વધુ એક તકરાર સર્જાઈ

પોલીસ અને નાગરિક વચ્ચે તકરાર

રાહદારીએ માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે કર્યાવહી કરતા તકરાર સર્જાઈ

પોલીસ અને બે રાહદરી વચ્ચે થઇ છૂટા હાથની મારામારી

પોલીસ સાથે તકરાર કરતા બન્ને શખ્સોને પોલીસ મથકે લઈ જવાયા

તકરારને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થયો

17:37 April 09

પંચમહાલ - આવનારી ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટનો નિર્ણય

પંચમહાલ - આવનારી ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટનો નિર્ણય

નવરાત્રી દરમિયાન ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવશે

વધતા જતા કોરોના સંક્રમણને લઈને લેવાયો નિર્ણય

આવનારી 13 તારીખથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી

16:59 April 09

નવસારી કોરના અપડેટ

નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો

આજે એક દિવસમાં 27 પોઝિટિવ કેસો નોંધાયા

કબીલપોરનો 3 વર્ષીય માસૂમ પણ આવ્યો કોરોનાની ઝપેટમાં

એપ્રિલ મહિનામાં સૌથી વધુ કેસ આજે નોંધાયા

આજે 3 દર્દીઓએ કોરોના મુક્ત થયા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

જિલ્લામાં કોરોનાના કુલ 159 એક્ટિવ કેસ સારવાર હેઠળ

14:20 April 09

જામનગરની કોવિડ હોસ્પિટલમાં આજે શુક્રવારે 1,000 કોવિડ દર્દીઓ દાખલ થાય તેવી શક્યતા

  • જામનગરની કોવિડ હોસ્પિટલમાં આજે શુક્રવારે 1,000 કોવિડ દર્દીઓ દાખલ થાય તેવી શક્યતા
  • જામનગરમાં કોરોના મામલે સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ બની છે.
  • જી. જી. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે.
  • મોરબી સહિતના જિલ્લાઓમાંથી જામનગરમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.

14:15 April 09

નવસારીમાં વેપારી મંડળોએ પાલિકા સાથે મળી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનનો કર્યો નિર્ણય

  • નવસારીમાં વેપારી મંડળોએ પાલિકા સાથે મળી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનનો કર્યો નિર્ણય
  • નવસારી જિલ્લામાં કોરોના વિસ્ફોટક બની રહ્યો છે. 
  • જેમાં કોરોનાની સ્થિતિ ઉપર અલગ-અલગ વેપારી મંડળના આગેવાનોએ લોકડાઉન તેમજ રાત્રી કરફ્યૂ લગાવવા તેમજ કોરોનાને અટકાવવા કયાં-કયાં પગલાં લઈ શકાય તે બાબતે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

14:05 April 09

કોરોનાની અસર: ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

  • સામાન્ય કરતા 50 ટકા લોકોનો પ્રવાસ ઘટ્યો
  • અમદાવાદનું ST ડેપો ગીતામંદિર હંમેશા માનવ મહેરામણથી ધબકતું રહે છે.
  • ત્યા બાંકડા ઉપર બેસવા માટેની જગ્યાઓ પણ રહેતી નથી.
  • ત્યારે હવે બાંકડાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે.
  • આ ઉપરાંત મહારાષ્ટ્રથી ગુજરાતમાં અને ગુજરાતથી મહારાષ્ટ્ર જનારી બસો પણ બંધ કરી દેવામાં આવી છે.

11:54 April 09

સુરતમાં કોરોના સંક્રમણને કારણે અનેક રેકોર્ડ બ્રેક કેસો સામે આવ્યા

  • સુરતમાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અનેક રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે.
  • સુરતની હોસ્પિટલોમાં બેડની અછત હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.
  • તો બીજી તરફ તંત્ર પણ યુદ્ધના ધોરણે કામગીરીમાં જોતરાયું છે.
  • બે દિવસ અગાઉ અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ટોકન લઈને પરિવારજનો વેઈટિંગમાં બેઠા છે.

11:50 April 09

સુરતમાં અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે વેઈટીગ જોવા મળ્યું

  • સુરત શહેરમાં સતત કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
  • ત્યારે અશ્વિનીકુમાર સ્મશાનગૃહ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વેઈટીગ જોવા મળ્યું હતું.
  • અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં મૃતદેહ માટે ગોડાઉન બનાવવામાં આવ્યા છે.
  • એક એમ્બ્યુલન્સમાં પાંચથી છ મૃતદેહો આવી રહ્યા છે સાંજે આવેલા મૃતદેહનો 14 કલાક બાદ પણ અંતિમ ક્રિયા થઈ શકી નથી.
  • અંતિમ સંસ્કાર માટે રોજ 100થી વધુ વેઈટીગ આવે છે.

11:43 April 09

કુલ 83,32,840 વ્યક્તિઓનું રસીકરણ થયું

  • અત્યાર સુધીમાં કુલ 74,04,864 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે અને 9,27,976 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ થયું હતું.
  • આમ કુલ 83,32,840 રસીકરણનો ડોઝ આપવામાં આવ્યા હતા.
  • ગુરુવારના રોજ 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષથી વધુ વયના કુલ 2,17,929 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 47,100 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું

10:55 April 09

ગુરુવારના રોજ ગુજરાતમાં કોરોનાથી કુલ 35 લોકોના મોત

  • સુરતમાં 14 મોત થયા છે, અમદાવાદમાં 9 મોત થયા છે, તેમજ રાજકોટમાં 4, વડોદરામાં 3, અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર, મહેસાણામાં 1-1 મોત નોંધાયા છે.

10:54 April 09

182 લોકો વેન્ટિલેટર પર

  • ગુજરાતમાં કોરોનાના નવા 4,021 કેસ નોંધાયા છે, તેની સામે 2,197 દર્દીઓ સાજા થયા છે, તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  • રાજ્યમાં હાલ કુલ 20,473 દર્દીઓ કોરોના પોઝિટિવની સારવાર લઈ રહ્યા છે, તેમાંથી 182 વેન્ટિલેટર પર છે અને 20,291 સ્ટેબલ છે.
  • અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 4,655 મોત થઈ ચુકયા છે.

10:53 April 09

ગુજરાતમાં દરરોજ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને દરરોજ વિક્રમજનક કેસો નોંધાઇ રહ્યા છે.

  • ગુજરાતમાં દરરોજ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને દરરોજ વિક્રમજનક કેસો નોંધાઇ રહ્યા છે.
  • અમદાવાદ, સુરત, રાજકોટ સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.
  • તમામ હોસ્પિટલો ફુલ થવા માંડી છે.
  • સરકાર જે વ્યવસ્થા કરે તે ઓછી પડી રહી છે.

10:38 April 09

ગુજરાતમાં આજે ગુરુવારે કોરોનાના નવા પોઝિટિવ 4,021 કેસ નોંધાયા છે.

  • ગુજરાતમાં આજે ગુરુવારે કોરોનાના નવા પોઝિટિવ 4,021 કેસ નોંધાયા છે.
  • ત્યારે ગુરુવારના રોજ કુલ 35 લોકોના મૃત્યુ થયા છે.
  • દિનપ્રતિદિન મોતનો આંક વધતો જાય છે.
  • કોરાનોએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
  • ગુજરાતની જનતાએ હવે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે.
  • માસ્ક ફરજિયાત અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.

09:41 April 09

LIVE UPDATE: ગુજરાતના વિવિધ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ

દેશમાં કોરોના વાયરસથી દરરોજ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે દરરોજ કોરોનાના કેસોનો આંક નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. કોરાનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. ત્યારે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલ હોય બધા દર્દીઓથી હાઉસ ફુલ થઇ ગયા છે. તંત્ર દ્વારા ધાર્મિક અને સામાજિક સંસ્થાની અંદર કોવિડ સેન્ટર પણ ઊભા કરવામાં આવી રહ્યા છે. સ્મશાનોની અંદર પણ વેઇટિંગ લિસ્ટ 24 કલાકનું છે. કોરોનાની સ્થિતિ ગંભીર થઇ રહી છે.

Last Updated : Apr 9, 2021, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details