આ વર્કશોપના આયોજન અંગે ડૉ.સ્વાગત શાહ જણાવે છે કે, અંદાજે દર આઠમાંથી એક વ્યક્તિ ખભાના દુખાવાની સમસ્યાથી પીડાતા હોય છે. જે હકીકતમાં ખભામાં રોટેટર કફ ટીયરથી પીડાતા હોય છે. જેમાંથી મોટાભાગના કિસ્સામાં આ બાબતનું નિદાન થતું નથી.
DHS મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે 'ડાયાગ્નોસિંગ શોલ્ડર ઇનજરીસ એન્ડ રીપેર ટેક્નિક્સ' પર વર્કશોપનું આયોજન
અમદાવાદ: મોટાભાગના લોકો દુખાવાની સમસ્યાને સાધારણ ગણીને તેની અવગણતા કરતા હોય છે. લોકોની માનસિકતામાં બદલાવ લાવવા તથા ખભામાં દુખાવાની સમસ્યાને ગંભીર ગણીને તાત્કાલિક પગલાં ભરવા માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ડૉ.આશિષ બાહુલકર અને ડૉ.સ્વાગત શાહ તથા DHS મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની ટીમ દ્વારા 'ડાયાગ્નોસિંગ શોલ્ડર ઇનજરીસ એન્ડ રીપેર ટેક્નિક્સ' પર વર્કશોપનું આયોજન કરાયું હતું. આ અંતર્ગત હોસ્પિટલના ઓડિટોરિયમ અને ઇન્ટરનેટ પર લાઈવ શોલ્ડર આર્થોસ્કોપી સર્જરી બ્રોડકાસ્ટ કરવામાં આવી હતી.
ahmedabad
ડોકટર તેને ફ્રોઝન શોલ્ડર તરીકે વ્યાખ્યાયિત કરતા હોય છે અને આ પ્રકારની જટિલ ઇજાઓ માટે ઓર્થોપેડિક સર્જનને સાચા નિદાન અને સારવારના પ્રોટોકોલ અંગે શિક્ષિત કરવા માંગીએ છીએ. શોલ્ડર આર્થોસ્કોપીએ જટિલ પ્રક્રિયા છે. જે માટે યોગ્ય કુશળતા અને પ્રેક્ટિસની આવશ્યકતા રહે છે. છેલ્લા 10 વર્ષમાં આ ટેકનિકનો નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. અમદાવાદમાં હજી પણ ઘણા ડોક્ટર્સ શોલ્ડર રોટેટર કફ ઇન્જરીને રીપેર કરવામાં અને સારવાર સંબંધિત અદ્યતન ટેકનિકથી અજાણ છે.