રાજકોટઃ છેલ્લા 24 કલાકમાં 49 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. ત્યારે રાજકોટમાં દિવસેને દિવસે કોરોનાના દર્દીઓના મોતના આંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના પોઝિટિવ કેસમાં પણ રાજકોટમાં ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં એક અઠવાડીયા અગાઉ દરરોજ 60થી વધુ દર્દીઓના કોરોનાના કારણે મોત થતા હતા. જ્યારે દરરોજ 500થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા હતા. ત્યારે હાલ રાજકોટમાં ધીમેધીમે કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવી રહી છે.
LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ - live page corona
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
12:33 May 13
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 49 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત
09:37 May 13
ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનો મામલો, હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
- ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનો મામલો
- બેદરકારી દાખવવા બદલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
- બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો
- આગના બનાવમાં 16 દર્દીઓ સહિત કુલ 18 લોકોના મોત નિપજ્યા હતા
06:12 May 13
LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ન્યઝ ડેસ્ક : અમદાવાદમાં કોરોના વાઇરસના છેલ્લા 24 કલાકમાં 2,795 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સારવાર દરમિયાન 17 લોકોના મોત થયા હતા. હાલ ઘણા દિવસ બાદ નવા એકપણ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં જાહેર કરવામાં આવ્યો નથી.
Last Updated : May 13, 2021, 12:38 PM IST