- અમદાવાદ આગ કાંડમાં 7 પુરુષ અને 5 મહિલા સહિત કુલ 12 લોકોના મોત
- રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ
- કુલ 21 લોકોને બહાર કાઢ્યા જેમાંથી 12 લોકોના મોત
- ફાયર વિભાગની 24 ગાડી અને 60 કર્મચારીઓ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા હતા
- સાંજના સમયે NDRFના 30 કર્મચારીઓ પણ જોડાયા હતા
અમદાવાદ આગકાંડ LIVE: મૃત્યુઆંક 12 પર, મેયરે ઘટના ગણાવી સામાન્ય - undefined
20:07 November 04
અમદાવાદ આંગ કાંડઃ 12 લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ
19:51 November 04
અમદાવાદ આગ કાંડ મુદ્દે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું
- અમદાવાદ આગ દુર્ઘટનાને લઇ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વવીટ કરી દુઃખ વયક્ત કર્યું
- ઇજાગ્રસ્ત જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી
19:09 November 04
મોતની આગના CCTV ફૂટેજ સામે આવ્યા
- અમદાવાદ આગ કાંડઃ બ્લાસ્ટના CCTV ફૂટેજ સામે આવ્યા
- CCTVમાં કેદ થઇ હચમાચાવી દેનારી ઘટના
19:08 November 04
આ ઘટના અંગે AMCના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને મીડિયા સાથે વાતચીત કરી હતી
AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટની મીડિયા સાથેની વાતચીત
18:55 November 04
આ ઘટનાના પ્રત્યક્ષદર્શી સાથે મીડિયાએ વાતચીત કરી હતી
18:22 November 04
PMના ટ્વીટ બાદ તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
- વધુ એકનું મોત, કુલ મૃત્યુઆંક 11
- ઘટનાના કલાકો બાદ તંત્ર આવ્યું હરકતમાં
- PM મોદીએ આગ દુર્ઘટના અંગે ટ્વીટ કર્યું
- PM મોદીના ટ્વીટ બાદ સફાળું તંત્ર જાગ્યું
- મુકેશ કુમાર મનપા કમિશનર સહિત તમામ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા
17:54 November 04
આગ કાંડ મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મહત્વની જાહેરાત, મૃતકના વારસદારને 4 લાખની સહાય
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું
- રૂપાણીએ આ દુર્ઘટનાની તપાસ માટે 2 ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપી
- શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને GPCBના ચેરમેન સંજીવ કુમાર તપાસ હાથ ધરશે
- દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકના વારસદારને રૂપિયા 4 લાખની સહાય આપવામાં આવશે
17:53 November 04
અમદાવાદ આગ કાંડ મામલે વડાપ્રધાનના ટ્વીટ બાદ મેયર બિજલ પટેલે ટ્વીટ કરી સંવદેના વ્યક્ત કરી
- મેયર બિજલ પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું
17:46 November 04
વડાપ્રધાન મોદીના ટ્વીટ બાદ અમદાવાદ મનપા આવ્યું હરકતમાં...
- દિલ્હીથી ટકોર થઇ હોવાની માહિતી સાથે સત્તાધીશો દોડ્યા- સૂત્ર
- મ્યુનિસિપલ કમિશનર પણ પહોંચ્યા હોસ્પિટલ
- ઘટનાને કલાકો વિત્યા બાદ મેયરે દુઃખ વ્યક્ત કર્યુ
17:00 November 04
અમદાવાદ આંગ કાંડ મુદ્દે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું
- તંત્ર મદદ પહોંચાડી રહ્યું છેઃ વડાપ્રધાન મોદી
- આ ઘટના અંગે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
- ઇજાગ્રસ્ત જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી
16:50 November 04
આંગ કાંડ મુદ્દે શ્રમ રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરે યોજી પત્રકાર પરિષદ
- હાલ ફેક્ટરીમાં અંદર જઇ શકાય તેવી પરિસ્થિતિ નથીઃ દિલીપ ઠાકોર
- આ ઘટના અંગે તપાસના આદેશ અપાયા
15:47 November 04
મૃત્યુઆંક 9 પર પહોંચ્યો
- શમશાદ અલી ઉમ્ર 40 યુપીના રહેવાસી કોટન વેસ્ટનો માલ લેવા માટે ગોડાઉનમાં આવ્યા હતા. જેમને મકાનમાં પ્રવેશતા સમયે બ્લાસ્ટ થતા ઇજાગ્રસ્ત થયા
- આ આગદુર્ઘટનામાં વધુ 3 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા
- વધુ એક દર્દીને લઈ 108 મારફતે એલ.જી. હોસ્પિટલ લવાયો
- 20 લોકો ફસાયા હતા જેમાંથી હજૂ 2 લોકો ગૂમ
- અત્યાર સુધી હોસ્પિટલમાં કુલ 18 લોકો લાવવામાં આવ્યા છે, જેમાંથી 9 લોકોના મોત થયા છે
15:35 November 04
આગની ઘટનાને કારણે આસપાસના 5થી વધુ ગોડાઉનને અસર
- નાનુભાઈ એસ્ટેટના કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગની ઘટના
- બ્લાસ્ટ થતાની સાથે આસપાસના 5થી વધુ ગોડાઉનને અસર
- 5થી વઘુ ગોડાઉનની છતો ધરાશાયી
15:01 November 04
FSL ટીમ પહોંચી ઘટના સ્થળે
- પીરાણા આગની ઘટના સ્થળે FSL પહોંચ્યું
- FSL ટિમ દ્વારા કેમિકલના નમુના લેવામાં આવ્યા
- કયા કેમિકલથી બોઇલરમાં બ્લાસ્ટ થયો તેની થશે તપાસ
- FSL રિપોર્ટ બાદ પોલીસ કરશે કાર્યવાહી
- FSL દ્વારા કેમિકલના નમુના લેવાયા
14:58 November 04
14 પૈકી 6ના મોત થયા
- નાનુભાઈ એસ્ટેટના કેમિકલના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગનો બનાવ
- બ્લાસ્ટ થતાની સાથે જ આસપાસના 5 ગોડાઉનને અસર થઈ
- 5થી વધુ ગોડાઉનની છતો ધરશાયી થઈ
- અત્યાર સુધીમાં 14 લોકોને બહાર કાઢ્યા
- ગોડાઉન બટાભાઈ ભરવાડનું હોવાનું સામે આવ્યું
- કેમિકલના ગોડાઉન જે માલિકનું છે તેની પૂછપરછ પોલીસે શરૂ કરી
14:34 November 04
આગ પર કાબુ મેળવાયો, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
- આગ પર કાબુ મેળવાયો, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
- 12 લોકો ઘાયલ
14:18 November 04
LIVE : અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં આગ
અમદાવાદ : અમદાવાદમાં પીરાણા નજીક નાનું કાકાની કાપડના ગોડાઉનમાં સવારે 11.15 કલાકે આગ લાગી હતી. જેમાં 12 લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યા છે. તેમજ 6 લોકોના મોત નીપજ્યાં છે અને હજુ પણ 4 થી 5 લોકો દ્ટાયા હોવાની આશંકા છે. જ્યારે ફાયર વિભાગની 6 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગને કાબૂમાં લેવામાં આવી છે.
TAGGED:
LIVE PAGE AHMEDABAD