ગુજરાત

gujarat

ETV Bharat / state

LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ - undefined

કોરોના
કોરોના

By

Published : Apr 29, 2021, 6:48 AM IST

Updated : Apr 29, 2021, 7:54 PM IST

19:29 April 29

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,327 પોઝિટિવ કેસ નોંઘાયા

  • 9544 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 180 દર્દીના મોત નિપજ્યા
  • અમદાવાદમાં 5258, સુરતમાં 1836, રાજકોટ 607 અને બરોડામાં 639 કેસ નોંધાયા

19:01 April 29

મહેસાણામાં જિલ્લામાં 24 કલાકમાં 418 કોરોના પોઝિટિવ કેસ

  • શહેરી વિસ્તારમાં 190 પોઝિટિવ કેસ
  • ગ્રામ્ય વિસ્તારમાં 228 પોઝિટિવ કેસ
  • શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધુ
  • મહેસાણા શહેરમાં 94 પૉઝિટિવ કેસ
  • હજુ પણ 1264 સેમ્પલના પરિણામ પેન્ડિંગ
  • જિલ્લામાં કુલ એક્ટિવ કેસ 4967
  • આજે 412 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

17:42 April 29

નવસારી જિલ્લામાં આજે કોરોનાના નવા 128 કેસો સામે આવ્યા

  • સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના કેસોની સંખ્યા 1003 પર
  • જિલ્લામાં આજે 87 લોકો સાજા થયા
  • જ્યારે કોરોનાથી આજે એક દર્દીનું થયું મોત
  • જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3675 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • કુલ 2559 દર્દીઓ સાજા થયા
  • જિલ્લામાં કુલ કોરોનાથી 113 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો

17:34 April 29

જામનગર શહેરમાં કોરોનાના 386 પોઝિટિવ કેસ નોંધાયા

  • કોવિડ હોસ્પિટલમાં 8 દર્દીઓના થયા મોત
  • કોવિડ હોસ્પિટલમાંથી 367 દર્દીઓ થયા ડિસ્ચાર્જ

13:18 April 29

મહેસાણા જિલ્લામાં કરોનાના દર્દીઓની સારવાર માટે વેઈટિંગ

  • મહેસાણા જિલ્લામાં કરોનાના દર્દીઓની સારવાર માટે વેઈટિંગ
  • વડનગર GMERS હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી કતાર લાગી
  • દર્દીઓને સારવાર માટે લઈ આવેલ એમ્બ્યુલન્સની લાઈનો લાગી
  • અંદાજે 100 દર્દીઓને સારવાર માટે વેઇટિંગ
  • દર્દીઓને સારવાર અપવવા સ્નેહીજનો દર દર ભટકી રહ્યા છે

12:50 April 29

વેકસીનની અછતના કારણે સુરતમાં 1 લઈ મેથી વર્ષ 18 થી ઉપરના લોકોને વેકસીન લગાવવામાં આવશે નહીં

  • વેકસીનની અછતના કારણે સુરતમાં 1 લઈ મેથી વર્ષ 18 થી ઉપરના લોકોને વેકસીન લગાવવામાં આવશે નહીં
  • સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછા નિધી પાણીએ જણાવ્યું કે, હાલ વેકસીનની અછત છે. જેથી વેકસીનેશનની પ્રક્રિયા 1 લી મે થી શરૂ થશે નહીં
  • જથ્થો આવ્યા બાદ 18 વર્ષથી ઉપરના લોકોને વેકસીનેશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે

11:39 April 29

રાજ્યના આરોગ્યવિભાગે કરી કંપની સાથે ચર્ચા

  • રાજ્યના આરોગ્યવિભાગે કરી કંપની સાથે ચર્ચા
  • ડોઝ ક્યારે અને કેટલા પ્રમાણમાં આપવામાં આવશે તે બાબતે થઈ ચર્ચા
  • બંને વેકસીન કંપની સાથે રાજ્યના આરોગ્ય વિભાગે કરી છે ચર્ચા
  • અમુક પ્રમાણમાં જ વેક્સિનનો ડોઝ રાજ્ય સરકારને પ્રાપ્ત થશે

11:39 April 29

  • ગાંધીનગરમાં માસ્ક નહીં પહેરનાર અને  બિનજરુરી કામ વગર બહાર નીકળનાર સામે ગાંધીનગર પોલીસ એક્શનમાં આવી,
  • જીવનજરૂરી ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો  બંધ છે કે નહીં એ જોવા 20થી 25 ગાડીઓ સાથે પેટ્રોલિંગ શરૂ કર્યું,
  • ગાંધીનગરના તમામ સેક્ટરના આંતરિક ભાગોમાં પેટ્રોલિંગ થકી પોલીસે કામ સિવાય બહાર ના નીકળવા ચેતવણી આપી,
  • બિનજરૂરી બહાર નીકળનાર સામે યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરાશે

11:27 April 29

રાજકોટમાં ઓક્સિજનના મોનીટરીંગ માટે ખાસ કમિટી તૈયાર કરવામાં આવી

  • રાજકોટમાં ઓક્સિજનના મોનીટરીંગ માટે ખાસ કમિટી તૈયાર કરવામાં આવી
  • શહેરમાં કુલ 135 ટનની જરૂરિયાત જેની સામે 110 ટન ઓક્સિજનની આવક,
  • શહેરની 102 કોવિડ-નોન કોવિડ હોસ્પિટલોને દૈનિક 50 ટન સિવીલ-સમરસ અને કેન્સર હોસ્પિટલને 60 ટનની ફાળવણી..
  • શહેરમાં રિલાન્યસમાંથી 100 ટન
  • ભાવનગરથી 20 ટન,લોકલ સોર્સથી 15 ટન જથ્થો મળે તેવું આયોજન
  • હોસ્પિટલોને ઓક્સિજનનો સંગ્રહ નહિ કરવા અને જરૂરિયાત મુજબ જ માંગ કરવા જિલ્લા કલેક્ટરની અપીલ

10:34 April 29

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 66 દર્દીઓના થયા મોત

  • રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 66 દર્દીઓના થયા મોત
  • મોત મામલે આખરી રિપોર્ટ ડેથ કમિટી જાહેર કરશે

06:40 April 29

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • છેલ્લા 24 કલાકમાં 14,120 પોઝિટિવ કેસ નોંધાયા
  • 8595 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 174 દર્દીઓના મોત નિપજ્યા

06:40 April 29

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,120 કેસ નોંધાયા, 174ના થયા મોત

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,120 કેસ નોંધાયા, 174ના થયા મોત

06:33 April 29

LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,120 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 174 દર્દીઓના મુત્યુ થયા છે.

Last Updated : Apr 29, 2021, 7:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details