યુવતીઓ મહિનાઓથી નવરાત્રીની તૈયારીમાં લાગી જાય છે અને ત્યારે આવા એપ્લિકેશનથી યુવતીઓને એક જ સ્થળેથી અલગ અલગ અને ડિઝાઇનર આઉટફિટ્સ અને એસેસરીઝ મળી રહે છે તેથી યુવતીઓનો જમાવડો આવા પ્રદર્શનોમાં વધારે જોવા મળે છે. હાલ તો મહિલાઓ ચણીયા ચોળી ખરીદવા માટે નીકળી રહી છે ત્યારે નવી ડિઝાઈન અને ભાતભાતના ચણિયાચોળી માર્કેટમાં જોવા મળી રહ્યા છે.
અમદાવાદમાં લાઈવ બેંગલ મેકિંગ વર્કશોપ અને લાઈવ શિબોરી સાથે ચણીયાચોળીનું પ્રદર્શન યોજાયું - નવરાત્રી
અમદાવાદ: નવરાત્રી શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેર નવરાત્રીના ડાન્સ ક્લાસ શરૂ થઇ ગયા છે. તેમજ યુવતીઓ નવરાત્રીની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગઈ છે. નવરાત્રિને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં નવરાત્રી કલેક્શન માટે એક્ઝિબિશન લગાવવામાં આવ્યા છે તેમજ માર્કેટમાં નવાગામથી ચણિયાચોળી તેમજ ડીઝાઈનર ચણિયાચોળી પોતાની ધાક જમાવી દીધી છે. દર વર્ષે નવરાત્રી આવતા જ ખાસ કરીને યુવતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. શહેરના બજારોમાં અને એક્ઝિબિશનમાં યુવતીઓના જમાવડો જોવા મળે છે અને ચણિયાચોળી સાથે અવનવી એસેસરીઝ પણ ધૂમ મચાવી રહી છે. આ વખતે અને આ વખતે ખાસ કરીને લાઇટવેટ અને હેન્ડ મેડ મટીરીયલમાંથી બનેલી જ્વેલરી લોકો વધારે પસંદ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એક વર્ગ એવો પણ છે જેમને ભીડમાં ખરીદી કરવું ગમતું નથી અને ભીડને લીધે શું વસ્તુ લેવી અને શું ન લેવી તેમાં યુવતીઓ અસમંજસમાં મુકાઈ જાય છે અને આવા જ વિચારથી શહેરના મુદીતા પટેલે અનેરૂ એક્ઝિબિશન નવરાત્રિને લઇને રાખ્યું છે. જેમાં યુવતીઓને જાતજાતના ડીઝાઈનર ચણિયાચોળી સાથે મેચિંગ એસેસરીઝ ફૂટવેર અને બીજું બધું જ એક જ જગ્યાએથી મળી રહેશે.
આ એક્ઝિબિશનની વિશેષતા એ છે કે, આ ફક્ત ઇન્વાઇટીસ માટે છે જેના લીધે લોકોને ભીડથી મુક્ત એક વાતાવરણ મળી રહે અને લોકો આરામથી તમને ખરીદી શાંતિ પૂર્વક કરી શકે આ એક્ઝિબિશનમાં બીજું એક ખાસ એ છે કે, તેઓ લાઇવ બોરી પણ કરવાના છે. જેમાં વેસ્ટ મટિરિયલમાંથી એસેસરીઝ બનાવી લોકોને જે પ્રકારનો આકાર અને ડિઝાઇન જોતી હશે એ તમારે મળી રહેશે તેમજ એક અદભુત બેંગલ મેકીંગ વર્કશોપ પણ આની સાથે યોજવામાં આવ્યો છે. જેમાં બેંગલ પર જે પણ ડિઝાઇન લોકો ડિમાન્ડ કરશે તેને લાઇવ તેમની સામે જ બનાવી આપવામાં આવશે