ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ પોલીસ કમિશ્નરની ચેતવણી સાંભળો, બંદોબસ્ત છે કડક...

અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવા અને કોઈ વ્યક્તિ બિનજરૂરી રીતે બહાર ન નીકળે તેની તકેદારી રાખવા માટે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ શહેરના કોટ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે બંદોબસ્ત અંગે સમીક્ષા કરી હતી.

અમદાવાદ પોલીસ કમિશનરની ચેતવણી સાંભળો, બંદોબસ્ત છે કડક
અમદાવાદ પોલીસ કમિશનરની ચેતવણી સાંભળો, બંદોબસ્ત છે કડક

By

Published : Apr 8, 2020, 7:57 PM IST

અમદાવાદઃ કોરોના વાયરસના કારણે અમદાવાદના કોટ વિસ્તારની જોડતાં બ્રિજ હાલ બંધ કરી દેવામાં આવ્યાં છે. જેમાં ખાનગી વાહનોની અવરજવર પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ તમામ દરવાજા ફરતે કોરોના ચેકપોસ્ટ પણ ઊભી કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંલગ્ન ડોક્ટરની ટીમ અને પોલીસ ફોર્સ ચેકપોસ્ટ પર આવતાંજતાં તમામ વાહનોનું થર્મલ ગનથી ચેકિંગ કરી રહી છે સાથે જ વધુમાં પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે બિનજરૂરી નીકળી રહેલ તમામ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. સાથે તેમના વાહનો પર જપ્ત કરવાની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે

અમદાવાદ પોલીસ કમિશનરની ચેતવણી સાંભળો, બંદોબસ્ત છે કડક
શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં 25 થી વધુ ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. સાથે જ શહેરની ફરતે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાઓથી પણ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આશિષ ભાટિયાના જણાવ્યા પ્રમાણે હાલ હોમ ક્વોરોન્ટાઇનમાં કુલ 1962 લોકો રહેલાં છે.

ABOUT THE AUTHOR

...view details