બાળકીના DNA ટેસ્ટ માટે લિનું સિંહે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી - અમદાવાદ
અમદાવાદ: ગૌરવ દહિયાને લિનું સિંહની ફરિયાદમાં પોલીસ તપાસ મુદ્દે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહત બાદ લિનુંસિંહ દ્વારા 8 મહિનાની બાળકીના DNA ટેસ્ટ માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે. લિનું સિંહે હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીની સાથે હોસ્પિટલમાં બાળકીના જન્મ વખતના ગૌરવ દહિયા તેની સાથેના ફોટા પણ રજૂ કર્યા છે.
ફાઇલ ફોટો
હોસ્પિટલમાં દિકરીના જન્મ વખતે હોસ્પિટલમાં કાગળો પર સહી કોણે કરી તેની પણ તપાસ થવી જોઈએ. દહિયા સાથેના સંબંધ પુરવાર થાય તેવા સંબંધો પણ પીટીશનમાં રજુ કરવામાં આવ્યા હતા.ત્યારે આ મામલે અગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે એવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.