અમદાવાદ: શહેર ક્રાઇમ બ્રાન્ચને શહેર વિસ્તારમાં ગેરકાયદેસર ડ્રગની હેરાફેરી અને વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ડ્રગ્સની બદીને નાબુદ કરવા માટે આપવામાં આવેલ સુચના અને માર્ગદર્શન મુજબ શહેરના ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા તેમની ટીમ સહિત મળેલી બાતમીના આધારે વગર પાસ પરવાનાના 54 ગ્રામ 800 મીલીગ્રામ એમ.ડી. ના જથ્થા સાથે વેજલપુર રોડ, જુહાપુરા ખાતે રહેતા આરોપી મોહમ્મદ અઝરૂદ્દીન ઉર્ફે અઝહર કબુતરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
Ahmedabad Crime: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સપાટો, MD ડ્રગ્સ સાથે 3 આરોપીઓને દબોચી લીધા
ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીના બનાવો વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને શહેરોમાં ચોરી છુપેથી ડ્રગ્સની હેરાફેરી કરતા માફીયાઓ યુવાધનને બરબાદ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી રહ્યા. શહેરમાં અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સ ઘુસાડી માફીયાઓ પોલીસની આંખમાં ધૂળ નાખી રહ્યા છે. ત્યારે પોલીસે પણ આવા માફિયાઓને ઝડપી કેવા કમર કસી છે. ત્યારે અમદાવાદ શહેરમાંથી વધુ એકવાર એમડી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ પોલીસે કર્યો છે.
Published : Oct 23, 2023, 12:56 PM IST
અઝહર ગેંગનો સભ્ય: આ આરોપી પાસેથી વગર પાસ પરમીટનો ગેરકાયદેસરનો એમ ડી ડ્રગ્સ ૫૪ ગ્રામ અને 800 મીલી ગ્રામ 5,48,000 તથા એક મોબાઇલ ફોન કિંમત રૂપિયા 10,000 તથા સુઝુકી મોપેડ કિંમત રૂપિયા 60,000 એમ કુલ મળી કુલ 6,18,000 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલ શખ્સોની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસની વધુ પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે મોહમ્મદ અઝરૂદ્દીન ઉર્ફે અઝહર કબૂતર નામનો આ આરોપી અઝહર કીટલી ગેંગનો સભ્ય છે.
18 જેટલા ગુના દાખલ:વિરૂધ્ધમાં અમદાવાદ શહેરના ડી.સી.બી. પોલીસ સ્ટેશન તથા વેજલપુર પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી તેમજ અન્ય મળી કુલ 18 જેટલા ગુના દાખલ થયેલ છે. આરોપી ગુજસીટોકના ગુનામાં જેલમાં હતો. જાન્યુઆરી 2023 માં જેલમાંથી છૂટ્યા બાદ ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેરના સંકીલતનગર, જુહાપુરા ખાતે રહેતા પોતાના મિત્ર નઈમખાન ઉર્ફે નઈમ ટકલો પઠાણ સાથે ભેગા મળી શહેરના સિંધુભવન ખાતે એમ.ડી. ડ્રગ્સનું સેવન કરતાં ગ્રાહકોને છુટકમાં વેચાણ કરતા હતા. આરોપી પાસેથી મળી આવેલ એમડી ડ્રગ્સનો જથ્થો અઝહર તથા તેનો મિત્ર નઇમખાન ભેગા મળી જુહાપુરામાં જ રહેતા ઈસ્તીયક ઉર્ફે મામાં શેખ પાસેથી લાવતા હોવાનો પણ ખુલાસો થયો હતો. ત્યારે હાલ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે.