ગુજરાત

gujarat

ETV Bharat / state

"પ્રકાશ" મંદબુદ્ધિ શાળાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સન્માનિત કરાયા

અમદાવાદઃ છેલ્લા 40 વર્ષથી માનસિક મનોદિવ્યાંગ બાળકોની સ્પેશિયલ તાલીમ અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત પ્રકાશ મંદબુદ્ધિના બાળકોની શાળાના 70 અંતેવાસી લાભાર્થી બાળકોને તા.28-03-2019થી તા.07-04-2019 દરમિયાન હરિદ્વાર, ઉત્તરાખંડ ખાતે શેક્ષણિક પ્રવાસ અર્થે લઇ ગયા હતા. ત્યાં લાભાર્થી બાળકોને 151 મંદિરના દર્શન કરાવવામાં આવ્યા હતા અને પ્રેમનગર પવન ઘાટ, કનખલ હરિદ્વાર ખાતે ગંગા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

By

Published : May 5, 2019, 11:48 AM IST

"પ્રકાશ" મંદબુદ્ધિ શાળાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સન્માનિત કરાયા

આ ભગીરથ કાર્યને વર્લ્ડ રોકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સંસ્થાને તેમજ સર્વ કર્મચારીગણ અને સર્વે અંતેવાસી લાભાર્થી બાળકોને વિશિષ્ટ કાર્ય અંગેનો એવોર્ડ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ પાવનભાઈ સોલંકી દ્વારા આપવામાં આવ્યો હતો. સર્ટિફિકેટ, ગોલ્ડ મેડલ અને સિલ્ડ આપી દરેક બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ, બાળકો, સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

"પ્રકાશ" મંદબુદ્ધિ શાળાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સન્માનિત કરાયા

વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ પાવનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, એવું સૌપ્રથમ વખત બન્યું હતું. આ નોંધનીય અને ઉત્તમ કાર્યને સન્માનિત કરવું ગર્વની બાબત છે. આવનારા સમયમાં પણ આવા કર્યો થતા રહે એવી અમે આશા રાખીએ છીએ.

"પ્રકાશ" મંદબુદ્ધિના બાળકોની નિવાસી તથા તાલીમી શાળાના વિનોદભાઈ સોનીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે અને આવનારા સમયમાં આવા વિશેષ કર્યો અમે કરતા રહીશું અને બાળકોને વધુ સારા કાર્ય કરવા માટે પ્રેરિત કરતા રહીશું.

ABOUT THE AUTHOR

...view details