ગુજરાત

gujarat

ETV Bharat / state

Sparsh mahostav: જાણો જૈન સાધુ-સાધ્વીના જીવન વિશે - Sparsh mahostav

જૈન સમાજના સાધુ-સાધ્વીએ પ્રકૃતિ સાથે સંકળાયેલા હોય છે. તેમને પ્રકૃતિમાંથી જે મળ્યું હોય તે જ પસંદ કરે છે તેમની કુટીરમાં પણ લાકડા કાપડ માટીનો લીપણનો જ ઉપયોગ કરવામાં આવે છે. સાથે તેઓ પોતાના દરેક કામ પોતે જ કરે છે અન્ય પર નિર્ભર રહેતા નથી. જૈન સાધુ સાધ્વી કોઈપણ જાતનો સંગ્રહ પણ કરતા નથી.

life-of-jain-monks-and-nuns
life-of-jain-monks-and-nuns

By

Published : Jan 18, 2023, 1:48 PM IST

જાણો જૈન સાધુ-સાધ્વીના જીવન વિશે

અમદાવાદ: અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલ 400માં પુસ્તકનું વિમોચન અંતર્ગત સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્શ મહોત્સવમાં સમગ્ર દેશમાંથી 1500 થી પણ વધુ સાધુ-સાધ્વી વિહાર કરીને અહીંયા આવ્યા છે ત્યારે તેમની દિનચર્યા કેવી હોય છે. જુઓ ETV Bharatનો વિશેષ અહેવાલમાં.

જૈન સમાજના સાધુ-સાધ્વીએ પ્રકૃતિ સાથે સંકળાયેલા હોય

પ્રકૃતિ સાથે સંકળાયેલા હોય છે:સ્વયંસેવક સૌરભશાહએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જૈન સાધુ સાધ્વીએ આ દુનિયાની આઠમી અજાયબી ગણવામાં આવે છે. તેમનું જીવન બિલકુલ પ્રકૃતિ સાથે સંકળાયેલા હોય છે. જેવી રીતે આપણે લાઈટ, વાહનનો ઉપયોગ કરીએ છીએ તેવી રીતે જૈન સાધુ સાધ્વી તેનો ઉપયોગ કરતા નથી. તેમનું જીવન એકદમ સાધુ અને પ્રકૃતિ સાથે સંકળાયેલા હોય છે. એમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે તેમની કુટીરમાં પણ તેમને પ્રકૃતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓનો જ ઉપયોગ કરી રહ્યા છે. તેમની અંદર કુદરત દ્વારા મળવામાં આવતો પ્રકાશનો જ ઉપયોગ કરે છે. બાકી ઈલેક્ટ્રીક એક પણ બલ્બનો કે પંખાનો ઉપયોગ કરવામાં આવતો નથી.

આ પણ વાંચોDiamond merchant daughter jain diksha: હીરા ઉદ્યોગપતિની 9 વર્ષની દીકરી સંયમના માર્ગે

સાધુ સાધ્વીની અલગ કુટિર:વધુમાં જણાવ્યું હતું કે અહીંયા 1500થી વધુ સાધુ સાધિઓ માટે અલગ અલગ કુટીરો બનાવવામાં આવે છે. જેમાં સાધુ માટે અલગ કુટીર અને સાધ્વી માટે પણ અલગ કુટીર તૈયાર કરવામાં આવે છે. આ કુટીરમાં લાકડા, કાપડ માટીનું લીપણ નો જ ઉપયોગ કરીને કુટીર તૈયાર કરવામાં આવી છે. સાથે તેમના રોજિંદા કામ પોતે જાતે જ કરે છે. પાણી લાવવાનું, જમવાનું લાવું કે પછી કે પોતાના કપડા કે વાસણ ધોવાના હોય દરેક કામ પોતાની જાતે જ કરે છે.

આ પણ વાંચોShattila Ekadashi 2023: આજે ષટતીલા એકાદશી, ભૂલથી પણ ન કરો આ ભૂલો

કેવી હોય છે દિન ચર્યા:સાધુ-સાધ્વીની દિનચર્યા ની વાત કરવામાં આવે તો સવારે વહેલી 3 વાગ્યાથી શરૂઆત થઈ જતી હોય છે. સ્વાધ્યાય, જાપ, પ્રભુભક્તિથી તેમના દિનની શરૂઆત થતી હોય છે. ત્યારબાદ તેમના ગોચરી પાણીની વ્યવસ્થા હોય છે. ગોચરી પાણી અલગ અલગ ઘરે ધરે વોરવાની હોય છે. જૈન સાધુ સાધ્વી કોઈપણ જાતનો સંગ્રહ કરતા નથી. પોર જે ગોચરી લીધી હોય તો બપોરે જ તેનો ઉપયોગ કરી લેવાનો તેને સાંજ માટે પણ સંગ્રહ કરતા નથી.

ABOUT THE AUTHOR

...view details