અમદાવાદ શહેરના ટ્રાફિક DCP અજિત રાજિયાણે જણાવ્યું હતું કે, 'અમદાવાદ શહેરમાં છેલ્લા 4 વર્ષમાં 55 કરોડનો દંડ ભરવામાં નથી આવ્યો, જ્યારે ટ્રાફિક વિભાગમાં 4 વર્ષમાં 24 કારોડ રૂપિયા ટ્રાફિકના નિયમના ભંગ કરનાર વ્યક્તિ પાસેથી વસુલાયા છે. તેમ છતાં પણ લોકોમાં હજુ ટ્રાફિક મેમાંને વધુ પ્રાધાન્ય નથી આપવામાં આવતું જેથી હવે ટ્રાફિક પોલીસ દ્વારા જે વાહન ચાલકોને 5 કે 5થી વધુ મેમો આવ્યા છે તેમનો ડેટા તૈયાર કરાયો છે. આવા 1400 લોકોની યાદી તૈયાર કરાઈ છે. આ લોકોને હજુ એક નોટિસ આપીને મેમો ક્લિયર કરવાનો સમય આપવામાં આવશે. પણ જો તેમ છતાં પણ જે લોકો બાકી રહશે તે વાહન ચાલકોના લાઇસન્સ અને રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. શહેરના એક કાર ચાલકેતો પોતાના 111થી પણ વધારે મેમોનો દંડ જ નથી ભર્યો હોવાનું પણ સામે આવ્યું છે.
અમદાવાદના 1400 લોકો માટે છેલ્લી તક, દંડ નહીં ભરે તો લાઈસન્સ થશે રદ - ટ્રાંફિક પોલીસ
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના ભંગ કરનારને દંડ ફટકારવામાં આવે છે, પણ અમદાવાદીઓ આ દંડ ભરતા જ નથી. જેના કારણ કે છેલ્લા 4 વર્ષમાં 1400 વાહનચાલકોનો 55 કરોડથી વધારેનો દંડ પેન્ડિંગ બોલાઈ રહ્યો છે. આ લોકો ઉપર ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. આ લોકો જો 10 દિવસમાં દંડ નહીં ભરે તો તેમના લાઈસન્સ અને આર.સી બુક રદ કરાશે. આ ઉપરાંત હવેથી જે વાહનચાલકો 5થી વધુ મેમાો પેન્ડિંગ હશે તેવા વાહનચાલકોનું લાઇસન્સ સાથે વાહનનું રજિસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ બાબતે DCP રાજિયાણે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ડેટા તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમાં 5થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનાર 14000 લોકોએ દંડ નથી ભર્યો, આ તમામનો દંડ કુલ 35 કરોડ જેટલો થાય છે. આમ હવે દંડની વસુલાત કરવા માટે હવે પોલીસ દ્વારા પણ રિકવરી સકોર્ડની રચના કરવામાં આવી છે. આમ, બાકી રહેલા તમામ મેમાંને ધ્યાનમાં લઈને ટ્રાફિક પોલીસ પહેલા નોટિસ આપશે, ત્યાર બાદ નોટિસ આપ્યાના 10 દિવસમાં દંડ ભરવો પડશે અને જો દંડ નહીં ભરે તો આર. સી બુક અને લાઇસન્સ પણ ટ્રાંફિક પોલીસ દ્વારા કેન્સલ કરવામાં આવશે.
ત્યારે હવે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલ નવો અભિગમ સફળ થશે કે નહીં થાય તે જોવું રહ્યું જ્યારે અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા RTOની મદદથી લાઈસન્સ રદ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે કેટલા લાઇસન્સ રદ થશે તે જોવાનું રહ્યું.