અમદાવાદઃ ઈતિહાસમાં પ્રથમ વખત ભારતના સૌથી મોટા કોર્પોરેશન લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો આઇપીઓ4 મેના રોજ ઓપન થવા જઈ રહ્યો છે. આઇપીઓમાં રોકાણ કરનારા આ IPOને લઈને અતિ( LIC IPO date 2022 price)ઉત્સાહિત છે. ખાસ કરીને ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની સુવિધાથી આ આઇપીઓ ઓવર સબ્સ્ક્રાઇબ થાય તેવી આશા કંપનીના અધિકારીઓએ વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃઅમદાવાદ: ગોબ્લિન ઈન્ડિયાનો રૂપિયા 15 કરોડનો SME IPO ખુલ્યો
21 હજાર કરોડના શેર -LIC દ્વારા આ ઇસ્યુમાં 21 હજાર કરોડના શેર ઓફર કરવામાં (LIC IPO Date 2022)આવશે. વર્તમાનમાં એલ.આઇ.સીની કુલ એસેટ્સ 40 લાખ કરોડની છે. જેમાં ભારત સરકારનો 100 ટકા ભાગ છે. પરંતુ તેમાંથી માર્કેટ પરિસ્થિતિને જોતા ફક્ત 3.5 ટકા શેર ઇસ્યુ કરવામાં આવ્યા છે. વર્તમાનમાં એલ.આઇ.સી ના 28 કરોડ જેટલા પોલીસ ધારકો છે. એલ.આઇ.સી આવકમાંથી 19 ટકા ઓપરેટિંગ ખર્ચ તરીકે વાપરવામાં આવે છે. જ્યારે 25 ટકા રાશિ ભારતના બ્લુચિપ શેરોમાં રોકવામાં આવે છે. સરકારી સિક્યુરિટીમાં પણ મોટા પાયે રોકાણ કરાય છે.
એક શેરનો ભાવ 902 થી 949 રૂપિયા -લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તેની પ્રથમ જાહેર ભરણાં માટે ઈક્વિટી શેર દીઠ રૂપિયા 902 થી રૂપિયા 949નું પ્રાઈઝ બેન્ડ નક્કી કર્યું છે. કોર્પોરેશનનું પ્રારંભિક જાહેર ભરણું સબસ્ક્રિપ્શન માટે 04 મે 2022, બુધવારના રોજ ખુલશે અને 09 મે 2022, સોમવારના રોજ બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 15 ઈક્વિટી શેર અને ત્યારપછી 15 ઈક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.
આ પણ વાંચોઃSBI CARDનો આઇપીઓ બીજી માર્ચના રોજ ખુલશે
ભારતની સૌથી મોટી જીવન વીમા કંપની LIC - 1 સપ્ટેમ્બર, 1956 ના રોજ ભારતમાં 245 ખાનગી જીવન વીમા કંપનીઓના વિલીનીકરણ અને રાષ્ટ્રીયકરણ દ્વારા રૂપિયા 50 મિલિયનની પ્રારંભિક મૂડી સાથે એલઆઈસીની રચના કરવામાં આવી હતી. એલઆઈસી એ જીડબલ્યુપી . 31 ડિસેમ્બર, 2021 ના રોજ, કોર્પોરેશને ભારતના 91 ટકા જિલ્લાઓને આવરી લીધા હતા અને અંદાજે 13 લાખ એજન્ટો સાથે ભારતમાં જીવન વીમા કંપનીઓમાં સૌથી મોટું વ્યક્તિગત એજન્સી નેટવર્ક ધરાવે છે.
LICની 32 પ્રોડક્ટ -ભારતમાં LICના પોર્ટફોલિયોમાં 32 વ્યક્તિગત પ્રોડક્ટ્સ છે. જેમાં 16 સહભાગી પ્રોડક્ટ્સ અને 16 બિન-સહભાગી પ્રોડક્ટ્સઅને સાત વ્યક્તિગત વૈકલ્પિક રાઈડર લાભોનો સમાવેશ થાય છે. ભારતમાં એલઆઈસીની ગ્રુપ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં 11 ગ્રુપ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2021 અને 31 ડિસેમ્બર, 2021 ના રોજ પૂરા થતા નવ મહિનામાં વેચાયેલી વ્યક્તિગત પોલિસીઓમાં 27 થી 40 વર્ષની વયના ગ્રાહકોનો હિસ્સો અનુક્રમે આશરે 42 ટકા હતો. વ્યક્તિગત પ્રોડક્ટ્સ માટે એલઆઈસીના ઓમ્ની-ચેનલ વિતરણ પ્લેટફોર્મમાં હાલમાં (i) વ્યક્તિગત એજન્ટો, (ii) બૅન્કાસ્યોરન્સ સહભાગીઓ, (iii) વૈકલ્પિક ચેનલો (કોર્પોરેટ એજન્ટો, બ્રોકર્સ અને વીમા માર્કેટિંગ ફર્મ્સ), (iv) ડિજિટલ વેચાણ કોર્પોરેશનની વેબસાઈટ પર પોર્ટલ થકી (v) માઈક્રો ઈન્સ્યોરન્સ એજન્ટ્સ અને (vi) પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન્સ – લાઈફ ઈન્સ્યોરન્સનો સમાવેશ થાય છે.
ઇસ્યુની પ્રોસેસ -LIC અને સેલિંગ શેરહોલ્ડર, ઑફરના બુક રનિંગ લીડ મેનેજરો સાથે પરામર્શ કરીને, સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર એન્કર ઇન્વેસ્ટર્સ દ્વારા સહભાગિતા પર વિચાર કરી શકે છે, જેમની સહભાગિતા બિડ ઓફરની શરૂઆતની તારીખ એટલે કે, સોમવાર, 2 મે, 2022ના એક કામકાજના દિવસ પહેલાની રહેશે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના અનુસાર બૂક બિલ્ડિંગ પ્રોસેસ મારફત કરવામાં આવી રહી છે. જેમાં લાયક સંસ્થાગત ખરીદદારોને ફાળવણી માટે ચોખ્ખી ઓફર 50 ટકા કરતા વધુ ઉપલબ્ધ નથી. બિન-સંસ્થાગત બિડરોને ફાળવણી માટે ચોખ્ખી ઓફર 15 ટકા કરતા ઓછી નથી અને છૂટક વ્યક્તિગત બિડરોને ફાળવણી માટે ચોખ્ખી ઓફર 35ટકા કરતા ઓછી નથી. આ ઓફરમાં લાયક કર્મચારીઓ માટે ઓફર પછીની પેઈડ-અપ ઇક્વિટી શેર મૂડીના 0.025 ટકા અને લાયક પોલિસીધારકો માટે ઓફર પછીની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના 0.35ટકા અનામતનો સમાવેશ થાય છે.