અમદાવાદ : કેન્દ્રમાં સરકાર રચવા માટે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનો દબદબો છે. તેનું મહત્વ ભાજપ જાણે છે. ફેબ્રુઆરી મહિનામાં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ(Assembly Elections in UP) છે. તેને જોતા અમદાવાદ પણ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને જીતાડવામાં કામે લાગી ગયુ છે. અમદાવાદમાં વસતા ઉત્તરપ્રદેશના લોકો સાથે બેઠક યોજીને ભાજપ (BJP in UP Elections in Ahmedabad) તેમના વતનના સ્વજનોને મોદી અને યોગીના નામે વોટ આપવા આપીલ કરાવી રહ્યુ છે.
ભાજપનું પોસ્ટકાર્ડ અભિયાન
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓમાં 71 સીટોની જવાબદારી ગુજરાત ભાજપના 165 જેટલા નેતાઓને સોંપાઈ છે. તેઓ પણ સીધી રીતે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ સાથે જોડાયેલા છે. ગુજરાતમાંથી ભાજપના કાર્યકરો ઉત્તર પ્રદેશના પ્રચાર માટે પણ જાય છે. અમદાવાદમાં ઉત્તરપ્રદેશના ઘણા લોકો રહે છે. મૂળ ઉત્તર પ્રદેશના આ લોકો પત્ર, ટેલિફોન, સોશિયલ મીડિયા દ્વારા તેમના ગામના સરપંચ અને કુટુંબીજનો યોગી આદિત્યનાથને વોટ (Appeal to Vote for Yogi Adityanath) આપે તેવી અપીલ અભિયાન ભાજપ ચલાવી રહ્યુ છે.