અમદાવાદ:શહેરના નામાંકિત 44 નાગરિકો દ્વારા લખાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ચીફ જસ્ટિસ પાસે રોસ્ટર બદલવાની સતા હોય છે. જોકે જાહેરહિતમાં જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની ખંડપીઠને મેટર ડિસપોઝ ન થાય ત્યાં સુધી જારી રાખવાની માંગ કરી હતી. હાઇકોર્ટના સિનિયર વકીલ આનંદ યાજ્ઞિક, વકીલ શમશાદ પઠાણ, સામાજિક કાર્યકર્તા નિરજરી સિન્હા સહિતના લોકોએ પત્ર લખી માંગ કરી હતી.
કોરોના મુદ્દે મહત્વના આદેશ આપનારી જૂની ડિવિઝન બેન્ચને જારી રાખવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખાયો - અમદાવાદ સિવિલ હોસ્પિટલ
કોરોના મહામારીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી અને મોટી સંખ્યામાં દર્દીઓના મોત અંગે સરકારની ઝાટકણી કાઢનાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાની ડિવિઝન બેન્ચમાં ફેરબદલ કરવામાં આવ્યા હતા. જે બાદ 44 જેટલા નાગરિકો દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત જસ્ટિસ વિકર્મનાથને પત્ર લખી માંગ કરી છે જાહેરહિતમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની ખંડપીઠને જારી રાખવામાં આવે.
![કોરોના મુદ્દે મહત્વના આદેશ આપનારી જૂની ડિવિઝન બેન્ચને જારી રાખવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખાયો કોરોના મુદ્દે મહત્વના આદેશ આપનાર જૂની ડિવિઝન બેન્ચને જારી રાખવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7395170-1043-7395170-1590748568973.jpg)
નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટમાં અરજન્ટ ચાર્જમાં જાહેરહિતની અરજીની સુનાવણીમાં જસ્ટિસ જે.બી. પારદીવાલાની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે કોરોનાને લઈને રાજ્ય સરકારની નીતિ અને કામગીરીની ઝાટકણી કાઢી હતી, એટલું જ નહિ સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ મોત બદલ તેમણે હોસ્પિટલને કાળકોઠરી સાથે સરખાવી હતી. ગત આદેશમાં જસ્ટિસ જે.બી. પારડીવાલાની ડિવિઝન બેન્ચે સિવિલ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગને ચેતવણી આપતા કહ્યું હતું કે અમે કોઈ દિવસ વહેલી સવારે સિવિલની મુલાકાત લઈશું ત્યારે કામગીરીને તમામ વિવાદનો અંત આવી જશે.