- ડ્રગ્સ માફિયાઓની હવે ખેર નહિ
- દરિયાઈ માર્ગે સૌથી વધુ ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે
- પોલીસે પોતાના જાસૂસોની સંખ્યામાં પણ વધારો કર્યો
- ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના લાંબા દરિયાકિનારાનો ફાયદો ઉઠાવી રહ્યા છે
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનામાં કોરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને ડ્રગ્સના મોટા કંસાઈમેન્ટ(Consignment of drugs) દરિયાકિનારેથી જ પકડવામાં આવ્યા છે. જ્યારે પાકિસ્તાનથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ગુજરાત તેમજ રાજસ્થાન, મુંબઇ, કર્ણાટક, બેંગ્લોર જેવા કેટલાક રાજ્યોમાં મોકલવામાં આવે છે ત્યારે સમગ્ર રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાત એપી સેન્ટર(Drugs AP Center Gujarat) બન્યું છે.
ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સ માફિયાઓ પર નજર
ત્યારે આ મામલે ATSના DIG હિમાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા(Drugs of Pakistan) મોટા કંસાઈમેન્ટ ગુજરાતના દરિયાકિનારાનો(Coast of Gujarat) ઉપયોગ કરીને અન્ય રાજ્યોમાં મોકલે છે. ત્યારે ડ્રગ્સ પેડલરોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આવતી ડ્રગ્સ દરિયાઈ માર્ગે અને વાહનમાર્ગે અન્ય રાજ્યોમાં પોહચડવામાં આવે છે. જ્યારે પોલીસના જાસૂસોની સંખ્યામાં પણ પોલીસે વધારો કર્યો છે તેના લીધે જ મોટા કંસાઈમેન્ટ પકડવામાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા પણ ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સ માફિયાઓ પર નજર રાખવામાં આવતી હોય છે.
ડ્રગ્સ માફિયાઓના કારણે દરિયાઈ સુરક્ષા વધારવામાં આવશે