ગુજરાત

gujarat

ETV Bharat / state

ગરમીથી રાહત આપવા વાસણામાં યુવાનોએ સાર્વજનિક લીંબુ પાણીની સેવા કરી શરૂ

અમદાવાદઃ રોક ફોર્સ પ્રોટેકશન સર્વિસ નામની એક કંપની દ્વારા હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ આપી રહ્યા છે.

વાસણા એરિયા ખાતે સાર્વજનિક લીંબુ પાણીની સેવા કરવામાં આવી

By

Published : Apr 26, 2019, 4:49 PM IST

Updated : Apr 26, 2019, 5:14 PM IST

હવામાન ખાતાની આગાહી મુજબ સમગ્ર રાજ્યની સાથે અમદાવાદમાં રેડ એલર્ટના કારણે રોક ફોર્સ પ્રોટેકશન સર્વિસ નામની એક કંપનીના યુવાનોએ એકત્રિત થઈ એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં યુવકોએ રસ્તે જનારા રાહદારીઓ, રિક્ષાવાળા અને દરેક લોકોને લીંબુ પાણી પીવડાવીને અસહ્ય ગરમીના કારણે લોકોને આરામ મળે એ હેતુથી લીંબુ પાણી પીવડાવ્યું હતું.

વાસણા એરિયા ખાતે સાર્વજનિક લીંબુ પાણીની સેવા કરવામાં આવી

આથી ગરમીમાં લાગતીથી લૂથી બચાવના હેતુથી યુવકો દ્વારા સેવા કરવામાં આવી હતી. દરરોજ બપોરે 1થી 4 વાગ્યા સુધી આ યુવકો દ્વારા લીંબુપાણી સેવા આપવામાં આવી રહી છે.

Last Updated : Apr 26, 2019, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details