ગુજરાત

gujarat

ETV Bharat / state

Lemon prices in Gujarat: લીંબુના ભાવ આસમાને જતાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે જોક્સ - Limbu price in Ahmedabad

લીંબુના ભાવ આસમાને પહોંચ્યા(Lemon prices in Gujarat) છે અને મરચાના ભાવ પણ વધ્યા છે. ત્યારે નજર ઉતારનાર લીંબુ મરચાને નજર લાગી ગઈ છે, તેવી સોશિયલ મીડિયામાં રમૂજ ફરી રહી છે. આ ઉપરાંત હાલ લીંબુને લઈને સોશિયલ મીડિયામાં કેટલાક જોક્સ ફરી રહ્યા છે.

Lemon prices in Gujarat: લીંબુના ભાવ આસમાને જતાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે જોક્સ, તમે પણ માણો
Lemon prices in Gujarat: લીંબુના ભાવ આસમાને જતાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે જોક્સ, તમે પણ માણો

By

Published : Apr 9, 2022, 7:54 PM IST

Updated : Apr 9, 2022, 8:56 PM IST

અમદાવાદઃ અમદાવાદ શાક માર્કેટમાં લીંબુના ભાવ 50 રૂપિયે અઢીસો (Lemon prices in Gujarat)એટલે કે રૂપિયા 200ના કિલો થયા. ઉનાળોની હજી તો શરૂઆત થઈ છે. અને ઉનાળામાં લીંબુની ભારે (Limbu price in Ahmedabad)ડિમાન્ડ રહેતી હોય છે, ત્યારે લીંબુના ભાવ આસમાને પહોંચી ચુક્યા છે. લીંબુ સરબત પીનારા માટે હાલ લીંબુ કડવા સાબિત થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃLemon Price Hike in Summer : અબકી બાર લીંબુ 200 કે પાર, ગૃહિણીનું બજેટ ખોરવાયું

લીંબુ ભાવ ઐતિહાસિક સપાટીએ -મહેમાન આવે ત્યારે આગતાસ્વાગતા માટે લીંબુનો શરબત(Different varieties of lemons )બનાવીને પીવડાવાય છે. પણ લીંબુના ભાવ જોઈને કોઈ લીંબુનો રસ નહી પીવડાવે તે નક્કી છે. લીંબુ ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ છે, ત્યારે સોશિયલ મીડિયામાં કેટલાક જોક્સ ફરી રહ્યા છે, અને લોકો તેનો આનંદ માણી રહ્યા છે.
(1) હે દોસ્ત
ન કર દાવો ગરીબ હોવાનો,
મેં તને જોયો છે,
લીંબુવાળી સોડા પીતા.
🤣🤣🤣
(2) બેન- ભાઈ, એક લીંબુ કેટલાનું?
શાકભાજીવાળો- 20 રૂપિયા
બેન- 🙃 ઓહ વિચારીને ઊભા રહો, હું દાળની તપેલી લઈને આવું છું એમાં 3 રૂપિયાનું નીચોવી આપજોને... 😄😄😄
(3) IPO ભર્યા એના કરતા લીંબુ 🍋 ભરી લીધા હોત તો સારૂ હતું....🤭😆
(4) ઘર અને દુકાનના દરવાજે અને રિક્ષામાં લગાવેલા લીંબુ-મરચાં ચોરાઈ જવાની એક જ દિવસમાં 9,672 ઘટના.
(5) સાવધાનઃ લીંબુ, લીંબુનું અથાણું, લીંબુ-સોડા, લીંબુ-મરીની સેવ, અમુક વોશિંગ પાવડર ખરીદતા લોકો પર ઈન્કમટેક્સની ચાંપતી નજર છે.
(6) આજનો positive વિચાર 👇

ભારતના 70 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર.

સફરજન.🍎

"લીંબુ"🍋 કરતા સસ્તા..

🤔🤣🤣

લીંબુના ભાવ આસમાને જતાં લીંબુનો ઉપયોગ કરતાં (Lemon price graph in Gujarat)તમામ લોકો લીંબુડા… લીંબુડા… લીંબુડા… કાચા કાચા ગીત સાંભળીને જ આનંદ માણી રહ્યા છે. કમોસમી વરસાદ અને ઝાકળને કારણે લીંબુનો પાક ઓછો છે, તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા હોવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે. આ કારણોસર લીંબુના ભાવ વધ્યા હોવાનું બજાર કહી રહ્યું છે.

આ પણ વાંચોઃLemon Price Hike: પેટ્રોલ-ડીઝલના ભાવ તેમજ કમોસમી વરસાદ સહિતની મારના કારણે લીંબુના ભાવમાં પણ વધારો

Last Updated : Apr 9, 2022, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details