મળતી વિગતો મુજબ, ઓસ્ટ્રેલિયામાં કાઠીયાવાડી કિંગ તરીકે ઓળખાતા કાર્તિક પટેલે અગાઉ પણ તેની કંપની રેડ-રીબીન એન્ટરટેનમેન્ટ તરફથી દાવો કર્યો હતો કે, આ ગીત કિંજલ પહેલા કાર્તિક દ્વારા ગાવામાં આવ્યું હતું. જેને લઇને અમદાવાદની કમર્શિયલ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે કિંજલના વકીલે દાવો કે કમર્શિયલ કોર્ટમાં ચાલી શકે એવા કોઈ એવર્ટમેન્ટ ન હોવાની દલીલ કરતા કોર્ટે તેને માન્ય રાખી કેસ પાછો ખેંચવાનો આદેશ કર્યો હતો.
‘ચાર ચાર બંગડી’ ગીત ફરી વિવાદમાં, કિંજલ દવેને મળી નોટિસ - char char bangadi
અમદાવાદ: નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ‘ચાર ચાર બંગડી’ વાળા ગીત પર ફરી કોપીરાઇટનો વિવાદ ઉઠ્યો છે. ઓસ્ટ્રેલિયન ગુજરાતી સિંગર કાર્તિક પટેલ દ્વારા ચાર બંગડીવાળી ગીતને લઈને અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટમાં કોપીરાઇટ વિવાદ મુદ્દે અરજી દાખલ કરતા કોટે કિંજલ દવેને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
ગત 24મી જાન્યુઆરીના રોજ હાઇકોર્ટના જસ્ટિસ હર્ષા દેવાણી અને એ.પી.ઠાકરની ડબલ બેન્ચ દ્વારા નીચલી કોર્ટે કિંજલ દવે પર ચાર બંગડી વાળી ગીત ન ગાવાનો સ્ટે હટાવી લીધો હતો. અગાઉ સીટી સિવિલ એન્ડ સેશન કોર્ટ ચાર બંગડી વાળી ગીત પર સ્ટે હટાવવા માટે હાઇકોર્ટમાં અપીલ અરજી દાખલ કરી હતી.
અગાઉ કાઠીયાવાડી સિંગર કાર્તિક પટેલે કિંજલ દવે સહિત અન્ય ત્રણ પક્ષકારોની સામે તેણે લખેલા ચાર બંગડીવાળી ગીતનો કોપીરાઈટ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. જેને લઇને ગત દિવસોમાં નીચલી કોર્ટે સોશિયલ મીડિયા પરથી કિંજલ દવે દ્વારા ગવાયેલું ચાર બંગડી વાળી ગીતને તાત્કાલિક ધોરણે હટાવવાનો અને જાહેર મંચ પર ન ગાવાનો ઓર્ડર કર્યો હતો. જેના પર બાદમાં હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. ત્યારે ફરી એકવાર કિંજલ દવેને આ ગીત સંદર્ભે કૉર્ટની નોટિસ મળતાં ફરી વિવાદ જાગ્યો છે.