લિનું સિંઘે આશરે દોઢ થી બે મહિના પહેલાં હાઈકોર્ટમાં દાખલ કરી અરજી કરી હતી જેમાં તેની બાળકી IAS ગૌરવ દહિંયાની હોવાની રજુઆત કરી હતી. લિનું સિંઘે કોર્ટમાં દાખલ કરેલી રિટની સાથે હોસ્પિટલમાં બાળકીના જન્મ વખતના ગૌરવ દહિયા તેની સાથેના ફોટા પણ રજુ કર્યા હતા.
બાળકીના DNA ટેસ્ટ માટે લિનું સિંઘે હાઈકોર્ટમાં કરેલી રિટ પાછી ખેંચી - ગૌરવ દહિયાને લિનું સિંઘની ફરિયાદ
અમદાવાદ : ગૌરવ દહિયાને લિનું સિંઘની ફરિયાદમાં પોલીસ તપાસ મુદ્દે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહત બાદ લિનુંસિંહ દ્વારા 8 મહિનાની બાળકીના DNA ટેસ્ટ માટે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ સોમવારે અરજદારના વકીલ દ્વારા પરત ખેંચી લેવામાં આવી છે.
file photo
પીટીશનમાં લિનું સિંઘે આક્ષેપ કર્યો હતો કે,દિકરીના જન્મ વખતે હોસ્પિટલમાં કાગળો પર સહી કોણે કરી તેની પણ તપાસ થવી જોઈએ.દહિયા સાથેના સંબંધ પુરવાર થાય તેવા સંબંધો પણ પીટીશનમાં રજુ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, ગૌરવ દહિયાને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી હતી જેમાં દિલ્હીમાં લિનું સિંઘ દ્વારા કરાયેલી ફરિયાદમાં ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ કરી શકાશે નહિ તેવો આદેશ કર્યો હતો. જ્યારબાદ લિનું સિંહ દ્વારા બાળકીના DNA ટેસ્ટ માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.