ગુજરાત

gujarat

ETV Bharat / state

પર્યાવરણ સંરક્ષણ માટે નવતર પ્રયોગ, હાઇકોર્ટમાં કાગળના સ્થાને PDF કોઝલિસ્ટનો ઉપયોગ

અમદાવાદ: પર્યાવરણ સંરક્ષણના સમર્થનમાં હાઇકોર્ટમાં હવે વકીલોને ઇ-મેઇલ મારફતે ઇ-બુક ટાઈપ પીડીએફમાં કોઝ લિસ્ટની સુવિધા પૂરી પાડવામાં આવશે. હવે આગામી દિવસોમાં તબક્કાવાર કોઝ લિસ્ટ બંધ કરી દેવામાં આવશે.

ફાઈલ ફોટો

By

Published : Apr 25, 2019, 10:59 PM IST

જસ્ટિસ એસ.આર. બ્રહ્મભટ્ટ, બેલા ત્રિવેદી, સોનિયા ગોકાણી સહિતના જજની ભલામણના આધારે ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે જાહેરાત કરતા કહ્યું કે, જે વકીલોના ઈ-મેલ એડ્રેસ રજીસ્ટર્ડ હશે એવા વકીલોને ઈ-મેલ મારફતે ઇ-બુક ટાઈપ કોઝ લિસ્ટ પૂરું પાડવામાં આવશે. આ સુવિધા આજથી અમલમાં મુકાઈ છે.

વકીલોને પીડીએફ ફોર્મેટમાં મળતા કોઝ લિસ્ટમાં ઉપલબ્ધ થતી સુવિધાઓ

કોર્ટની વિગત દર્શાવતું કોષ્ટક કે જેમાં પ્રથમ પેજ પર લિસ્ટ થયેલ કેસ, જે તે કોરમની વિગત, મુખ્ય કેસ અને તેના સંગલન કેસની વિગતો, અને લિસ્ટેડ થયેલા વકીલોના તમામ કેસ જોવા મળશે.

કોષ્ટકમાં કોર્ટના નામ અને હાઇપર લિંક સુવિધા ઉપલબ્ધ કરાશે

સપોર્ટેડ વ્યુવરની બાજુની પેનલમાં કોર્ટ પ્રમાણે બુક-માર્ક - ઈન્ડેક્સ

કોષ્ટક પર પરત જવા માટે દરેક પેજના ફૂટર પર હાઇપર લિંક

કોઝ લિસ્ટ કમ્પ્યુટર જનરેટેડ હોવાથી તેમાં ટેક્સ્ટ ફીચરથી શોધવાની સુવિધા મળશે

ABOUT THE AUTHOR

...view details