અમદાવાદઃ રાજ્યમાં ખડતા ઢોર નિયંત્રણ બિલ મામલે સરકારે બેઠક શરૂ કરી છે. રાજ્યમાં માલધારીઓના ભભૂકી રહેલા રોષને કારણે સરકારમાં દબાણ ઉભું કર્યું છે. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે સી.આર. પાટીલ કરી સૂચક(Proprietary License for Cattle ) મુલાકાત કરી છે. આ બેઠકમાં ઢોર નિયંત્રણ બિલ મુદ્દે મહત્વની ચર્ચા કરાવમાં આવી છે. તેમજ ચોમાસુ સત્રમાં ફેરફાર પણ થઈ શકે છે. ત્યાં સુધી આ બીલમાં હજુ ઑફિસયલ ગેજેટ ન થાય ત્યાં સુધી માલધારીઓને રાહત થઈ શકે છે.
સી.આર. પાટીલને આવેદન પત્ર આપ્યું -રખડતા ઢોર બિલ મુદ્દે(Cattle Control Bill ) ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે માલધારી સમાજ દ્વારા આવેદન પત્ર (CR Patil)આપવામાં આવ્યું છે. માલધારી સમાજના સાધુ સંતોએ પણ ઢોરના કાયદા અંગે સી.આર.પાટીલને આવેદન આપ્યું છે. ઢોર રાખવા લાયસન્સ અને દંડની જોગવાઈ ખોટી છે. પાટીલને આવેદન પત્ર આપ્યા બાદ આ આગેવાનો મુખ્યપ્રધાનને મળવા જશે. રખડતા ઢોર બિલ મુદ્દે માલધારીઓમાં રોષની વાત અમિત શાહ સુધી પહોંચી છે.
માલધારી સમાજમાં મોટો રોષ -ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના છેલ્લા દિવસ રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પસાર કરવામાં આવ્યો હતો. જેમાં પશુપાલકોએ ઢોર રાખવા માટે લાઇસન્સ લેવાની જોગવાઈ કરવામાં આવી હતી. ઉપરાંત મહાનગરપાલિકાઓમાં રખડતા ઢોર પકડાયતો આકરા દંડની પણ જોગવાઈ કરવામાં આવી હતી. જેને લઇને માલધારી સમાજમાં મોટો રોષ જોવા મળ્યો હતો.