ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટના જુના લારી ગલ્લાના વેપારીઓએ વિરોધ કર્યો - વેપારીઓ દ્વારા વિરોધ

અમદાવાદની ઓળખ સમાન લો ગાર્ડનનું આ ખાણીપીણી બજાર 45 વર્ષથી પણ જૂનું છે. મોટી સંખ્યામાં અમદાવાદીઓ લૉ ગાર્ડન ફરવા આવે છે, ત્યારે અહીં ખાણીપીણીની મજા લે છે. ગત વર્ષે અમદાવાદ મહાનગર પાલિકાએ આ ખાણીપીણીના બજાર પર બુલડોઝર ફેરવી દીધું હતું.

લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટના જુના લારી ગલ્લાના વેપારીઓ દ્વારા વિરોધ
લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટના જુના લારી ગલ્લાના વેપારીઓ દ્વારા વિરોધ

By

Published : Feb 5, 2020, 11:12 PM IST

અમદાવાદઃ આ ઘટના બાદમાં એનઆઈડી પાસે આ જગ્યાને ફૂડ સ્ટ્રીટ તરીકે વિકસાવવાની ડિઝાઈન તૈયાર કરાવી હતી. એનઆઈડી દ્વારા રજૂ કરાયેલી આ ફૂડ સ્ટ્રીટની ડિઝાઇનમાં ફૂડ વાન, ટ્રાફિક, પાર્કિંગની વ્યવસ્થા સહિત તમામ પાસાઓ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5.50 કરોડના ખર્ચે હેપ્પી સ્ટ્રીટની ડિઝાઇન સાથે આ ફૂડ બજારને વિકસવાયું છે.

લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટના જુના લારી ગલ્લાના વેપારીઓ દ્વારા વિરોધ
બુધવારના રોજ જુના જે લારી ગલ્લા વાળા લોકો જે જૂની ખાણીપીણી બજારમાં રહેતા હતા, તેમને લો ગાર્ડન ખાતે સ્થાન ન મળવાને કારણે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો અને રસ્તા પર બેનરો સાથે આ લોકોએ વિરોધ દર્શાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details